________________
(૩૯૦)
સાથમાં સમય હોતો નથી.
સમયનો ખ્યાલ કે કોન્સેપ્ટ આત્મસ્થિતિ પ્રાપ્ત થતાં નાબૂદ થાય છે. છતાં જે કંઈ વિકાર કે પરિવર્તન જણાય છે તે સ્વરૂપના સંદર્ભમાં જ સમજાય છે. આત્મા, બ્રહ્મા કે “સ્વસ્વરૂપ જ, નિત્ય છે. બાકી જેની ગણતરી થાય છે, જેની સમયમાં માપણી થાય છે, જે સમય સાથે આવે છે અને જાય છે તે સર્વ અનિત્ય છે; નાશવંત છે, આદિ-અંતવાન છે. જ્યારે પરબ્રહ્મા તો અનાદિ અને અનંત છે. અને જે અનાદિ અને અનંત છે, અપરિવર્તનશીલ છે તેના સંદર્ભમાં જ કાળમાં જન્મ લેનારા અને મરનારાની ગણના થાય છે. તે અપરિવર્તનશીલના સંદર્ભમાં જ સૌ પરિવર્તનો, ફેરફારો દૃશ્ય થાય છે. અને સૌ પ્રાણી પદાર્થોનાં રૂપાંતરો સમયમાં સમજાય છે. પરબ્રહ્મમાં કોઈ પરિવર્તન થતું નથી. તે તો રૂપાંતર સાથે જોડાયેલ કલ્પિત-કાળનો પણ કટા અને સાક્ષી છે. તેથી બ્રહ્મ તો કાળનો પણ કાળ કહેવાય છે. અને જે પરબ્રહ્મ કાળનો પણ ‘કાળ” છે; તે જ મારું સ્વાસ્વરૂપ છે તેવું પરખાય છે.
હું કાળથી મુક્ત છું. નથી મારે આકાર કે નથી શરીર; નથી મારે ઉદય કે અસ્ત; નથી મારે પુષ્યઘડી કે પાપી સંજોગ; નથી કોઈ શુભ મુહૂર્ત કે અશુભ મુહૂર્ત નથી કુંભસ્નાનની પવિત્ર ઘડી કે કોઈ અપવિત્ર પળ નથી નિદિધ્યાસન માટે મંગળમય; પવિત્ર કે અપવિત્ર સમય કે કાળ; નથી કોઈ કાળી ચૌદશ જેવો અમંગળમય દિવસ છે, નથી પૂર્ણિમા કે અગિયારસનો પવિત્ર દિવસ. હું સ્વરૂપે તો દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છું. દેશકાળનો પણ સાક્ષી છું. નથી મારે ભૂત, ભવિષ્ય કે વર્તમાન. કારણ કે નથી હું આકાર, સાકર કે નામ. અને જે હું કંઈ પણ છું.
હું અખંડ મળ છું,
અખંડ દેશ છું,
અખંડ વસ્તુ છું.