________________
(૩૯૨)
ગતમાં નથી, પણ આપણા મનમાં છે. ગત સાથે જ્ગતના દ્રષ્ટાનો કઈ જાતનો સંબંધ છે તેના ઉપર દેશ અને કાળ આધારિત છે. સંસારનો કે દુનિયાનો આધાર દેશકાળ ઉપર છે, પણ દેશકાળનો આધાર દ્રષ્ટાની ભૂમિકા ઉપર છે. ૠાની ગતિ ઉપર પણ દેશ કાળનો આધાર છે તેવું સાપેક્ષવાદ સમજાવે છે.
સૂર્ય અને પૃથ્વીની ગતિના સંદર્ભમાં સમયની કલ્પના થયેલી છે. આમ છતાં ‘સમય’ કે ‘કાળ’ સામાન્ય નથી. આપણે પૃથ્વી ઉપર ઊભા રહી અને જોવાનો પ્રયત્ન કરીએ છીએ માટે જ સૂર્યોદય અને સૂર્યાસ્ત દેખાય છે. જેને આપણે પ્રાત:કાળ' કે ‘સંધ્યાકાળ' એવું નામ આપીએ છીએ. જો આપણે પૃથ્વીનું સ્થળ છોડી ર૦૦ માઈલના વાતાવરણની બહાર ચાલ્યા જઈએ કે સૂર્ય ઉપર જઈએ તો ‘સંધ્યાકાળ' કે ‘પ્રાત:કાળ' જેવો કોઈ કાળ દેખાય નહીં અને સમજાય કે પૃથ્વીના દેશ ઉપરથી અને તેની ગતિના સંબંધમાં જ ઉદય કે અસ્ત જણાય છે. હકીકતમાં સૂર્યમાં નથી ઉદય કે અસ્ત; નથી સવારનો સમય કે સાંજનો સમય; નથી પી. એમ. કે એ. એમ. છતાં પૃથ્વીની ગતિ અને તેના દેશ અર્થાત્ સ્થાનના લીધે જ કાળનો ભ્રમ થાય છે. જેવું રેલ્વે ટ્રેનની ગતિને લીધે એમ લાગે છે કે સ્ટેશન આવ્યું કે સ્ટેશન ગયું. ‘ગયું’ અને ‘આવ્યું” એ તો મુસાફરનો દૃષ્ટિકોણ છે. સ્ટેશન માસ્તરની દૃષ્ટિમાં સ્ટેશન નથી આવતું કે નથી જતું.
મેળામાં જ્યારે બાળકો ચગડોળમાં ગોળ ગોળ ફરે છે અને માતાપિતા એક સ્થળે ઊભાં હોય ત્યારે પણ બાળકોનો ઘોડો તેમને લઈ ફરે છે તેથી એવો ભાસ થાય છે કે પિતાજી આવ્યા અને ગયા છતાં પિતાજી એક જ સ્થળે ઊભા છે. તેવી જ રીતે ચગડોળ ફરે છે તેથી જ કોઈ બાળક આગળ, કોઈ પાછળ એવું જણાય છે. બાકી સૌ ચગડોળમાં જ
છે.
આપણે જે સમયના વિભાગ પાડયા છે કે આજે બીજ છે, કાલે ત્રીજ થશે, પછી પૂર્ણિમા આવશે. આમ છતાં આ બધું જ પૃથ્વી દેશ ઉપરથી જણાય છે. અને ૠા પૃથ્વી ઉપર છે માટે જ આવા ભેદ જણાય છે. ચંદ્ર ઉપર નથી પૂર્ણિમા કે અમાવાસ્યા, નથી અજવાળિયું કે અંધારિયું, નથી કૃષ્ણપક્ષ કે શુક્લપક્ષ. તમામ પક્ષાપક્ષી આપણા મનમાં,