________________
(૩૮૯)
૪૩,૨૦,૦૦૦ વર્ષો=૪ યુગ ૪ યુગ=એક મહાયુગ ૧૮૦૦ મહાયુગ=બ્રહ્માનો દિવસ ૧૦૦૦ મહાયુગ=બ્રહ્માની રાત્રિ ૨૦૦૦ મહાયુગ=બ્રહ્માનું એક અહોરાત્ર બ્રહ્માનું એક અહોરાત્ર=એક કલ્પ બ્રહ્માના ૩૬,૦૦૦ અહોરાત્ર=બ્રહ્માનું આયુષ્ય બ્રહ્માનું આયુષ્ય=એક મહાક્પ
કદાચ કાળની આ પ્રાચીન ગણતરીથી આપણે વિસ્મયમાં, આશ્ચર્યમાં મુકાઈએ. પણ આજના વિજ્ઞાનમાં પણ સમયની ગણતરીમાં સેકન્ડના સોમો ભાગ હજારમો ભાગ અને ‘સેન્ડનો લાખમો ભાગ માપવાની પદ્ધતિઓ શોધાઈ છે. સેન્ટિસેકન્ડ, મિલીસેકન્ડ અને માઇક્રોસેકન્ડ જેવાં નામ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આશ્ચર્યમાં મુકાતા નથી કારણ કે વિજ્ઞાનની વાત સ્વીકારવા અને શાસ્ત્રની વાત ઇન્કારવા આજનો કહેવાતો શિક્ષિત વર્ગ ટેવાયેલો છે. છતાં ભૂલવું ન જોઈએ કે કોઇ પણ યંત્રની મદદ વિના આપણા જ્યોતિષશાસ્ત્રીઓ માત્ર ગણતરીની મદદથી સૂર્ય કે ચંદ્રગ્રહણની આગાહી મહિનાઓ અને વર્ષો પૂર્વે કરે છે અને તે સાચી જ પડે છે. ખેર! તે ચર્ચા અહીં અસ્થાને છે. આપણે તો કાળને કેમ બ્રહ્મ ક્યો છે તે જ ચર્ચા કરીએ.
થોડું વિચારતાં સમજાશે કે કાળમાં ભૂત, ભવિષ્ય કે વર્તમાન તેવા ભેદ નથી. પદાર્થ કે શરીરને ઉત્પત્તિ છે અને તેઓના સંદર્ભમાં જ ભૂત, વર્તમાન, ભવિષ્ય વગેરે ઉપાધિ ‘કાળ’ ઉપર આરોપાયેલી, લદાયેલી છે. કાળ કે સમયના ભાગલા વાસ્તવિક નથી; કલ્પિત કે માનસિક છે. જેમ જેમ કોઈ ‘ઘટના’,‘બનાવ’ કે ‘ઈન્વેન્ટ પસાર થાય છે તેમ તેમ કાળના ભાગલા મન દ્વારા થતા હોય છે. કાળમાં સેકન્ડ, મિનિટ ક્લાક વગેરે આરોપિત છે. જ્યારે ઘડિયાળની શોધ નહોતી ત્યારે આવાં નામ નહોતાં, બીજા નામ હતાં. છતાં ‘કાળ’નો ખ્યાલ તો હતો જ. સુષુપ્તિમાં જ્યારે કોઈ ‘બનાવ' કે ‘ઈવેન્ટ' બનતી નથી ત્યારે સમયનો ખ્યાલ પણ હોતો નથી. તેમ જ જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિત થવાય છે ત્યારે ‘સ્વ’સ્વરૂપમાં નથી જન્મ કે નથી મોત; નથી જીવન કે નથી વૃદ્ધિ, નથી ક્ષય, નથી વિકાર કે પરિવર્તન. ત્યાં કોઈ ઘટના ઘટતી નથી. તેથી ‘સ્વ’ સ્વરૂપના