________________
(૩૮૫)
જેમ જેમ દૂર જઈશું તેમ તેમ એકાન્ત પ્રદેશથી વિખૂટા થઈશું. ‘સ્વ’સ્વરૂપને જાણી તેમાં સ્થિત રહેવું તે જ એકાંત દેશ છે. જો પ્રપંચ પણ મારું જ સ્વરૂપ છે તો તો સર્વ સ્થળે એકાન્ત દેશ જ છે. અને ગત, પ્રપંચ સત્ય છે અને મુજથી ભિન્ન છે તેવા ભાવમાં જ્યાં જ્યાં જગતમાં જશો ત્યાં ક્યાંય એકાન્ત નહીં મળે. મનના ભેદ નાશ કર્યા વિના ક્યાંય એકાન્ત નથી અને બાકી તો એકાન્ત ક્યાંય દૂર નથી. અભેદદર્શી મન જ સાચું એકાન્ત છે.
નિર્જન પ્રદેશની શોધ ભ્રાંતિ છે
મોટા ભાગે જ્યાં કોઈ વ્યક્તિ ન હોય તેને આપણે નિર્જન પ્રદેશ કહીએ છીએ. કારણ કે જનનો અર્થ સમજ્યા નથી “નયતે કૃતિ નન: જે કંઈ ઉત્પન્ન થાય છે તે ‘જન' છે. અને માણસ કે વ્યક્તિ પણ જન્મેલ છે માટે તે પણ જન કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે જો નિર્જન પ્રદેશની શોધ કરવી હોય તો એવું સ્થળ શોધવું પડે જ્યાં કોઈ જન્મેલું હોય જ નહીં અને જ્યાં કોઈ કદી કોઈ કાળે જન્મ્યું નહોતું, જન્મેલું નથી, જન્મશે નહીં તે જ નિર્જન પ્રદેશ કહી શકાય. આવી સ્પષ્ટતા પછી જ્યાં જ્યાં નજર કરશો ત્યાં ત્યાં સર્વ કાંઈ જન્મેલું જ જણાશે અને જન્મેલું હશે, તે નામ અને આકારવાળું હશે, તે જ દૃશ્ય થશે. આમ જોતાં સમગ્ર દશ્યપ્રપંચ પણ જન્મેલો જ છે. અરે, પંચ-મહાભૂત પણ જન્મેલાં જ સ્થળ છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નક્ષત્રો, આકાશ સર્વ કાંઈ જન્મેલાં જ છે. તો હવે નિર્જન સ્થળ છે ક્યાં? ચિત્ત પણ જન્મેલું જ છે. તેથી ચિત્ત પ્રદેશ પણ નિર્જન નથી. ગમે તેવા પાતાળમાં પેસી ઈએ કે ગુફામાં ત્યાં આપણું પોતાનું શરીર તો હશે જ અને તે શરીર પણ નન: છે, જન્મેલું છે. તેથી નિર્જન પ્રદેશ કે એકાન્ત શોધવાથી મળે તેમ નથી. પોતાના સ્વ’સ્વરૂપ સિવાય અર્થાત્ બ્રહ્મ કે આત્મા સિવાય ક્યાંય એકાન્ત દેશ નથી.
પોતાના સ્વરૂપમાં પૂર્વે= આદિમાં પણ કોઈ જન્મ નહોતો, મધ્યમાં=હાલમાં પણ આત્મા જન્મેલ નથી અને ભવિષ્યમાં=અંતે પણ આત્માનો જન્મ થવાનો નથી કે આત્મામાં જન્મેલું કાંઈ હોઈ શકે નહીં માટે આત્મા જ એક વિજન છે, નિર્જન એકાન્ત દેશ છે. માટે જ કહ્યું