________________
(૩૮૧)
નવા નિશાળિયા કે નવા સાધકોને શરૂ શરૂમાં ખૂબ વાચાળ હોય તો ચૂપ કરવા અને આશ્રમમાં કે ઘરમાં શોરબકોર ઓછો કરવા જ શીખવવામાં આવે છે. જ્ઞાની માટેનું મૌન તો મૌનરૂપ કે બ્રહ્મરૂપ થવામાં છે અને બ્રહ્મ કે પ્રપંચના વાદવિવાદથી મુક્ત રહેવામાં જ..મૌન છે.
બાળમંદિરમાં શિક્ષક બાળકને અવાજ કરતાં અટકાવવા મોં પર આંગળી મુકાવે છે અને ઘરમાં તોફાની છોકરાને ચૂપ રહેવાનું કહેવાય છે. તેમ જ સંતપુરુષોને સાધકો જ્યારે અર્થહીન પ્રશ્નો પૂછી પરેશાન કરે છે ત્યારે મૌન વ્રત રાખવાનું કહેવાય છે. આવા મૌનવ્રતધારીની બોલવાની ઇચ્છા કે વાસના મૌનથી સમાપ્ત થતી નથી. જ્યારે તેવી વ્યક્તિ મૌન તોડે છે અગર સાત દિવસ ભોંયરામાં કે મૌનમંદિરમાંથી બહાર આવે છે ત્યારે એટલું બધું બોલે છે કે વાત ન પૂછો. તમે ચૂપ રહ્યા તો તમારું આવી જ બન્યું! તેની પિન ઘસાઈ ન જાય અને તમે કંટાળીને નાસી ન જાવ ત્યાં સુધી તે ભાઈ કે બહેન તો એલ. પી. ઉપર એલ. પી. ચઢાવે જશે. તમે તેને કહી દો કે હવે મારી “મા” કે મારા ‘અદા” ખમાતું નથી! છતાયે તમને સાંભળે તે બીજા. તમે તે મૌનવ્રતધારીના હાથમાં આવ્યાં. હવે તમને છટકવા દે એ જ બીજો! આવી સવા નવ અને પાંચ જેવી કેટલીયે વ્યક્તિઓ તમને તીર્થધામોમાં, હરદ્વાર, હૃષીકેશ; કાશી કે કોઈ મૌનમંદિરના ઓટલે ભટકાઈ જાય તો જરાય નવાઈ ન પામશો. આવા લપિયા માટે જ વાણીનું મૌન છે. તેથી કહ્યું છે “NિT મૌન તુ વાતાનામ્”.
મૌન વ્યર્થ નથી છતાં નવા સાધકો માટે વાણીનું મૌન છે તે નિર્વિવાદ હકીકત છે. જો વાણીના મૌનથી વાસનાનો ક્ષય થાય, સંયમ વધે, ઇન્દ્રિય પર કાબૂ આવે; વિક્ષેપ ઓછા થાય તો તે મૌન સાધન છે. બાકી મૌનવ્રત ધારણ કરનાર અને તેના સંપર્કમાં આવનાર સૌ માટે વિન જ છે. મૌનને સરળ અર્થ છે
(૧) અહંકારને વધારે અને પ્રબળ કરે તેવું ન બોલવું, (૨) નિંદા કે દોષદર્શનવાળું ન બોલવું, (૩) પોતાની સ્તુતિ પોતા દ્વારા ન કરવી,
(૪) જો બોલવું જ પડે તો “સ્વસ્વરૂપની દિશામાં લઈ જાય તેવું બોલવું,
(૫) અસત્ય, અપ્રિય, અહિતકારી ન બોલવું તે જ મોટું તપ છે.