________________
(૩૪૮)
ભેદ નથી અર્થાત્ દ્વૈત નથી. જો બીજું નથી તો પ્રપંચ કેવો ?
દૃશ્યપ્રપંચ કે ગત નથી; તો મન કે ઇન્દ્રિયોને પાછાં બોલાવવાના
નિયમની વાત કેવી ?
મુથી ભિન્ન પદાર્થ જ નથી તો તેની પદાર્થાકાર વૃત્તિ ક્યાં? જે વિષયાકારવૃત્તિ જ નથી, તો વૃત્તિ નિરોધની વાત ક્યાં? જે અન્ય કંઈ છે જ નહીં તો તપની ક્રિયાથી મનને નિર્બળ બનાવવાની જરૂર ક્યાં?
સજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા જો સમજાય કે બધું જ ચૈતન્ય છે. ચૈતન્ય બ્રહ્મથી અતિરિક્ત કંઈ છે જ નહીં તો પછી જે કંઈ આંખથી દેખાય છે તે, કાનથી સંભળાય છે તે, નાકથી સૂંધાય છે તે, અવયવોથી સ્પર્શાય છે તે; સર્વ કંઈ બ્રહ્મ જ છે. તો પછી મન ભલે જ્યાં જાય ત્યાં જવા દો; ઇન્દ્રિયો જેનો સંસર્ગ કરે તેનો કરવા દો. બ્રહ્મ કે આત્માનો જ તેઓ અનુભવ કરશે,
આવો અનુભવ કરવા તેમને કોઈ નિયમ કે સંયમની જરૂર નહીં રહે. હકીકતમાં જો આત્મસ્વરૂપ કે ચૈતન્ય સમજાય તો તમામ ક્રિયાની ભાંજગડથી મુક્તિ મળી શકે. મન એ તો કાલ્પનિક ઘડો છે. તે બન્યું તે પૂર્વે ચૈતન્યઆત્મા તો હતો; મનરૂપી ઘડો ઘડાઈ રહ્યો હતો ત્યારે પણ ચૈતન્ય તો હતું જ, મન નહીં હોય છતાં ઘડો તો રહેવાનો જ છે. મનરૂપી ઘડાએ ચૈતન્યમાં આકાર લીધો. પછી તે મનમાં બહારથી ગતના વિષયોની વાસના નંખાઈ તેથી મન વિષયાસક્ત બન્યું અને ત્યારથી તેની વિષયદોડ શરૂ થઈ. પરિણામે વિક્ષેપ આવ્યો. વિક્ષેપને દૂર કરવા ધ્યાનની ક્રિયા આવી. આ સર્વ દ્વૈતભાવમાં છે; અશુદ્ધ મનના સ્વીકારમાં છે. ભેદના આવકારમાં છે.
જો તત્ત્વથી સમજાય કે મારા શુદ્ધ સ્વરૂપમાં તો મન નથી અને આત્મવિવેક દ્વારા જે અશુદ્ધ મનની ભ્રાંતિ હોય તે નાબૂદ થઈ જાય તો પછી બચે માત્ર શુદ્ધ મન. આમ શુદ્ધ મન અને આત્મા એક જ છે જે વિવેક દ્વારા બચે છે. ત્યાર બાદ તો સર્વત્ર બ્રહ્મદર્શન જ હોય છે. પણ તેવા બ્રહ્મદર્શન માટે ભેદદર્શી, અશુદ્ધ મનને ઓગાળવાની જરૂર છે.
“મન ઓગાળો મનોરથી