________________
(૩૭૧)
ત્યાગ દ્વારા જ અમરતા કે મુક્તિ પ્રાપ્ત થાય છે
ભગવાન શંકરાચાર્યે પ્રપંચના ત્યાગ દ્વારા જ મોક્ષ મળે છે તેમ કહ્યું છે. ‘“સઘો મોક્ષમયો યતઃ’’,‘ત્યાગથી તરત જ મોક્ષ મળે છે.’
આ વિચાર ભગવાન શંકરાચાર્યની કપોળકલ્પિત કલ્પના નથી. શ્રુતિ, સ્મૃતિનું દોહન કરીને ભગવાને આ સત્ય કથનનું ઉચ્ચારણ કરેલું છે.
વાસનાના ત્યાગથી જ પ્રપંચનો ત્યાગ થાય છે. અર્થાત્ પ્રપંચનું મિથ્યાત્વ સમજાય છે. વાસનાનો સંહાર થાય તો જ જન્મ અને મૃત્યુના ચક્રથી છુટકારો મળી શકે તેમ છે. અર્થાત્ જન્મ, મૃત્યુના ફેરાથી મુક્તિ મેળવવા વાસના અને કામનાનો ત્યાગ આવશ્યક છે. અને તે જ પ્રમાણે સ્થિતપ્રજ્ઞ થવા પણ વાસના-ત્યાગ અનિવાર્ય છે.
વાસનાત્યાગથી કઈ રીતે અમરતા મળે ?
ઉપનિષદોમાં એવી સ્પષ્ટ વાત છે કે વાસનાક્ષય એ જ મુક્તિ છે. બૃહદારણ્યક શ્રુતિ એવી ઘોષણા કરે છે કે
यः अकामो निष्काम: आप्तकाम आत्मकामो न तस्य प्राणा उत्क्रामन्ति ब्रह्मैव सन् ब्रह्माप्येति ॥
“જે અકામ, નિષ્કામ, આમકામ=વાસનાશૂન્ય, આત્મકામ=આત્માની જ ઇચ્છા કરનાર છે તેના પ્રાણોનું ઉત્ક્રમણ થતું નથી. તે બ્રહ્મ થઈ બ્રહ્મને જ પ્રાપ્ત થાય છે.
અર્થાત્ વાસના ત્યાગી ચૂકેલો જ આત્મચિંતન દ્વારા; બ્રહ્મને પોતાના સ્વરૂપ તરીકે; પોતાનાથી અભિન્ન જાણે છે અને બ્રહ્મને જાણનાર બ્રહ્મથી જુદો કે ભિન્ન રહેતો નથી. આમ પોતાને સત્ ચિત્ અને આનંદસ્વરૂપ જાણનાર તત્કાળ મોક્ષને પ્રાપ્ત થાય છે. આ જ છે મહત્તા ત્યાગની! આ જ છે ચમત્કાર ત્યાગનો! આ જ છે અલૌકિક ફ્ળ ત્યાગનું! માટે જ ત્યાગ પૂજનીય છે.
ત્યાગથી અમરતા પ્રાપ્ત થાય છે
કૈવલ્યોપનિષદમાં તો પ્રારંભમાં જ ત્યાગની સ્તુતિ છે. અને સ્પષ્ટતા કરેલી છે કે અમરતા, મોક્ષ, મુક્તિ કે બંધનથી છુટકારો કર્મથી નહીં, પ્રજાથી નહીં; ધનથી કદી નહીં; પરંતુ ત્યાગથી જ પ્રાપ્ત થાય છે.
" न कर्मणा न प्रजया धनेन त्यागेनैके અમૃતત્ત્વમાનમુઃ ।''
આ અમરતા એ જ અભય છે. સર્વ શાસ્ત્રોનો; વેદોનો, શ્રુતિનો,