________________
(૩૭૨)
સ્મૃતિનો જો કોઈ સંદેશ હોય તો માત્ર એક જ છે કે અભય પ્રામ કરો. અને અભય સંગ, સાથ, સંગાથ કે સંગ્રહથી કદી પ્રાપ્ત થવાનો નથી. કારણ આત્મા તો અસંગ છે. અસંગ હોય તે જ અભય હોઈ શકે. વૈરાગ્યશતકમાં ભર્તૃહરિએ ગાયું છે કે જ્ગતની દરેક વસ્તુના સંગમાં ભય છે. સર્વવસ્તુ ભયયુક્ત છે. માત્ર વૈરાગ્ય કે ત્યાગ જ અભય છે.‘‘સર્વે वस्तु भयान्वितं भुवि नृणां... वैराग्यम् एव अभयम्”
સંક્ષેપમાં, સારમાં,નિષ્કર્ષમાં ત્યાગ કે વૈરાગ્ય વિના નથી અભય, નથી અમરતા, નથી પ્રપંચની નાબૂદી, નથી પરબ્રહ્મનો સાક્ષાત્કાર! માટે જ શંકરાચાર્યજીએ કહ્યું છે કે ત્યાગથી તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે પ્રપંચરૂપના ત્યાગથી મોક્ષ કે મુક્તિ ઉપલબ્ધ છે, અને તે જ કારણથી ભગવાને શ્લોકમાં કહ્યું છે કે ‘ત્યાર: મહતાં હિ પૂછ્ય’=‘માટે મહાન પુરુષો પણ ત્યાગને પૂજે છે.’ ત્યાગનો તત્ત્વાર્થ
(૧) જાગ્રત થતાં, વિના પ્રયત્ને સ્વપ્નપ્રપંચનો લય થાય છે; તેમ આત્મજ્ઞાનથી અનાયાસે પ્રપંચરૂપનો ત્યાગ થાય છે તે જ વાસ્તવિક ત્યાગ છે. (૨) સર્વસ્વનો સ્વીકાર જ ત્યાગ છે.
(૩) અધિષ્ઠાનના સ્વીકારમાં જ આરોપનો સહજ ત્યાગ છે.
(૪) “મેં ત્યાગ કર્યો છે” એ વિચારનો ત્યાગ થાય તે જ ત્યાગ છે.
(૫) મેં જેનું સર્જન કર્યું નથી તેનો ત્યાગ નિરર્થક છે. જેના સર્જન માટે નિમિત્ત અને ઉપાદાન કારણ હું નથી, તેના ત્યાગની વિચારણામાં સાર્થકતા નથી. તે ત્યાગ વ્યર્થ છે.
(૬) સ્વપ્નમાં ઘરબાર, સ્નેહી, મિત્રો, મિલકત ત્યજવાનો કોઈ અર્થ નથી. તેમ જ સ્વપ્નવત્ સંસારના સ્નેહી કે પદાર્થોનો ત્યાગ અનર્થ છે.
(૭) ચિત્તનો ત્યાગ જ સર્વત્યાગ છે. “ચિત્તત્યામાં વિદ્યુઃ સર્વત્યાનમ્'