________________
(૩૬૮). જાગે, પણ રૂપ, રંગ અને આકાર કે નામ ન જણાતાં સોનું જ સોનું જેને દેખાય તેના માટે રૂપ હોવા છતાં પ્રતીતિમાત્ર છે, અને રૂપ સાથે, જ્ઞાનમાં રૂપનો થયેલો ત્યાગ છે. જેમ કે શરીરને છોડયા વિના નથી હું શરીર કે નથી શરીર મારું પણ હું તો પરબ્રહ્મ છું તેવા શાનમાં શરીર અર્થાતુ નામ અને આકાર એટલે કે પ્રપંચ હોવા છતાં જ્ઞાની માટે પ્રપંચનો ત્યાગ થયેલો જ છે. માટે જ કહ્યું છે કે ચૈતન્યસ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી પ્રપંચરૂપનો ત્યાગ થાય છે. ત્યારે પશ્વકપચ વિવાત્મવીવતોનq સર્વસ્વનો સ્વીકાર જ ભાગ છે.
મારું શરીર અને સર્વના શરીરનું મારું મન અને સર્વ મન મારો આકાર અને સર્વના આકાર; મારું નામ અને સર્વ નામ: વ્યષ્ટિ અને સમષ્ટિ; વ્યક્તિ અને વિરાટ; પિંડ અને બ્રહ્માંડનું સર્વ દશ્ય અને તમામ શેય વસ્તુ બ્રહ્મસ્વરૂપ જ છે. બ્રહ્મથી અતિરિક્ત, અન્ય, જુદું કે પૃથફ કંઈ જ નથી..બધું જ બ્રહ્મમય છે. આવા સ્વીકારમાં પણ પ્રપંચનો સહજ ત્યાગ સમાયેલો છે. અધિષ્ઠાન આત્માના સ્વીકારમાં પ્રપંચરૂપી આરોપ આપોઆપ ત્યજાઈ જાય છે. હવે ત્યાગને એક નવા અભિગમથી વિચારીએ | સર્વસ્વના સ્વીકાર માટે, આત્મચિંતન માટે, સંસારના મિથ્યાત્વને જાણવા માટે પણ વૈરાગ્યની અને ત્યાગની આવશ્યકતા જણાઈ છે. કારણ કે જયાં સુધી જગતના પદાર્થોમાં આસક્તિ હશે, વિષયોનો સંગ હશે, નામ અને આકારનો સમાગમ હશે ત્યાં સુધી આત્મચિંતનમાં એકાગ્રતા આવશે નહીં માટે જ આદિ શંકરાચાર્યજી જણાવે છે કે જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય; અને આત્મજિજ્ઞાસા માટે પ્રયત્ન કરવો હોય તો શીઘ ગૃહનો ત્યાગ કરી ચાલ્યા જવું.
“आत्मेच्छा व्यवसीयतां निजगृहात् पूर्णविनिर्गम्यताम्" આવો સંદેશ એક અધિકારી માટે છે, કે જેનામાં વિવેક દ્વારા જન્મેલો વૈરાગ્ય હોય તેણે ક્ષણમાત્ર પણ થોભવાની જરૂર નથી. જેનામાં વૈરાગ્યની ઊણપ હોય છે તે જ અનેકનો સંપર્ક સાધે છે. ખરી વાત તો એવી છે કે જેને સંસારમાં આગના ભડા દેખાય તે કોઈની સંમતિ મેળવવા જતો નથી, કોઈને કન્સલ્ટ કરતો નથી. ઘર બાંધવું હોય તો અનેકની સલાહ સુચન આવશ્યક છે. જેને ઘર છોડવું છે તે કદી કોઈને પૂછતો નથી. આવા જ ત્યાગની વાત જાબાલોપનિષદમાં પણ છે.