________________
(૩૫૨) ઈશ્વરથી હું ન્યારો છું. કાર્ય કારણથી વિલક્ષણ હું. નથી મારું કોઈ કારણ નથી મારું કોઈ કાર્ય એવો હું કેવો? (તે સમજવા સજાતીય પ્રવાહ દ્વારા ચિંતન કરીએ) ન દેખાઉ તેવો; છતાં દરેક સ્થળે હું હોઉં તેવો. હું ક્યાંયથી...આવ્યો નથી, છતાં હું છું. જો હું છું..તો કેવો છું? હું આકાર કે સાકાર નથી. અને છતાં નથી તેવું નથી. નામ અને આકારમાં હું કેદ નથી. છતાં હું છું. તો હું છું કયાં? એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં હું નથી. છતાં શોધવા નીકળો તો હાથમાં ન આવું તેવો હું. શોધકને શોધ સાથે ખોવાઈ જવું પડે; પછી મળે તે હું. અર્થાત્ હું સર્વવ્યાપ્ત છું.
અને
સર્વવ્યાપ્ત છું તેથી જ નિરાકાર છું. સાકાર અને આકાર જ એક સ્થળે હોય; આકાર પિગળાવી શકે તે જ સર્વ સ્થળે પહોંચી શકે. હું નિરાકાર છું તેથી જ દિશ” ના “સ્પેસના કારાવાસથી મુક્ત છું.