________________
(૩૫૦). હું દેશ, કાળ, વસ્તુથી મુક્ત, અપરિચ્છિન્ન આત્મસ્વરૂપ છું.
સ્થૂળ શરીર સત્વ, રજસ, તમસથી ઘેરાયેલું છે જ્યારે હું ગુણાતીત છું. ન તો શરીર કે તેના વિકાર, આકાર કે નામ મને સ્પર્શે છે. ન તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એવા વિભાગો અને સ્પર્શે છે. હું શરીર નથી, તો શું હું ચિત્ત છું? નાના ના! ચિત્ત તો અપંચીકત પંચમહાભૂતનું સર્જન છે, હું તો અનાદિ, અનંત, પરબ્રહ્મ છું. ચિત્ત સુમિકાળે, અજ્ઞાનમાં લીન થાય છે; મારામાં નથી ઉદય, નથી અસ્ત, તેથી હું ચિત્ત કદી નહીં. ચિત્ત તો જડ છે, અવિદ્યાનું કાર્ય છે. હું ચેતન છું, જ્ઞાનસ્વરૂપ છું. ચિત્ત ચંચળતાને વરેલું છે, હું પરમ શાંત સ્વરૂપ બ્રહ્મ છું. નથી હું ઇન્દ્રિય, કારણ તે પ્રકાશ્ય છે અને હું સ્વયંપ્રકાશ આત્મા. ઈન્દ્રિય પોતાના વિષયને આધીન છે જ્યારે હું નિત્યમુક્ત છું. ઈક્યિો દય છે, મન છા છે, જ્યારે હું આત્મસ્વરૂપ દશ્યદ્રષ્ટાથી વિલક્ષણ છું.
આમ નથી હું શરીર, નથી ચિત્ત કે નથી હું ઈન્દ્રિય અને નથી બુદ્ધિ.
બુદ્ધિ અંત:કરણનો ભાગ છે. અંત:કરણ આત્મા નથી. તેથી હું બુદ્ધિ નથી. બુદ્ધિનો ધર્મ નિર્ણય લેવાનો છે જે આત્માનો ધર્મ નથી. જ્યારે હું આત્મસ્વરૂપ છું.
તો હું છું કોણ? હું જીવ પણ ન હોઈ શકે!