________________
| (૩૫) સ્થળ” ના બંધન મને સ્પર્શતાં નથી. દેશથી મુક્ત છું માટે જ હું ‘કાળથી ('ટાઈમ'થી) પણ મુક્ત છું.
કારણ કે આકારથી સ્વતંત્ર-નિરાકાર છું હું. જો મારો કોઈ આકાર હોય તો હું એક જ સ્થળે હોલ, જો હું સાકાર તો મારો જન્મ હોઈ શકે; જે મારો જન્મ હોય તો કાળમાં હું બદ્ધ થઈ જાઉં; પણ નથી હું આકાર, તેથી એક સ્થળે સ્થળમાં કેદ નથી. તે જ કારણથી મારો જન્મ નથી, તેથી સમયમાં હું કેદ નથી. દેશ, કાળના સીમાડાથી પર હું સાકારની સરહદોની પેલે પાર હું, એવો હું સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છું. માટે જ સર્વવ્યાપક, ને સર્વવ્યાપ્ત છું. સ્થૂળ વસ્તુ કદી સર્વવ્યાપ્ત ન હોઈ શકે; હું ધૂળ નથી છતાં સૌથી મહાન છું
કારણ સૂક્ષ્મ અને સર્વ સ્થળે, સર્વ સમયે, મોજૂદ છું. સર્વવ્યાપક જ સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય; અને સર્વવ્યાપ્ત હોઈ મહાન પણ હોય, હું તેવો છું. સૂક્ષ્મ છું પણ સાપેક્ષતાથી મુક્ત છું. હું નિરપેક્ષ તત્વ છું. નિરાકાર છું તેથી મારે નામ નથી. નામ નથી તેથી મારો નાશ નથી.