________________
(૩૫૬) સર્વનો સાક્ષી છું. હું સ્થૂળ શરીર નથી, તેથી જાગ્રત અવસ્થા મારી નથી કે હું નથી. હું સૂક્ષ્મ શરીર નહીં, તેથી સ્વપ્નાવસ્થા મારી નથી કે હું તે નથી. હું કારણશરીર નહીં તેથી સુપુમિ મારી નથી કે હું તે નથી. હું તો અવસ્થાત્રય સાક્ષી છું, ત્રણે અવસ્થાનો દ્રષ્ટા અને સાક્ષી છું. અવસ્થા અનેક છે. દશ્યો અનંત છે. પદાર્થો અગણિત છે. હું સર્વનો સાક્ષી એક-અતિીય છું. સર્વવ્યાસ કદી અનેક ન થઈ શકે! અનેકતામાં, ભેદમાં, સર્વવ્યાપકતા હોઈ શકે જ નહીં. આમ હું એકનો એક. અનેક ભ્રાંતિમાં પણ માત્ર એક હું એક છું. માટે જ પૂર્ણ છું. પૂર્ણ હોય તે જ એક હોઈ શકે. જ્યાં બે છે, તે છે, ત્યાં બન્ને અપૂર્ણ છે. જ્યાં બે છે અને બન્નેનું સ્વતંત્ર અસ્તિત્વ છે તો બન્ને એકબીજા વિના અપૂર્ણ જ છે. પૂર્ણતા એક અને અદ્વિતીયમાં જ શક્ય છે. હું એક અને પૂર્ણ છું. તેથી જ હું અખંડ છું, માટે અભેદ છું, હું અભેદ છું. તેથી મારે ભય નથી. ભય વૈતમાં છે.