________________
(૩૨) મુક્તિ, મોક્ષ એવો અર્થ છે અને તે ઉપરથી પ્રસૂતિ માટે ડિલિવરી શબ્દ આવ્યો છે. આમ માતાએ કરેલા ગર્ભના ત્યાગથી જ આપણો જન્મ છે અર્થાત્ ત્યાગ દ્વારા જ આપણે વસુંધરા પર આવ્યા....આમ આપણા જીવનની પ્રથમ ઘટના છે ત્યાગ અને અંતે શરીરના ત્યાગ દ્વારા જ પુન: જન્મ કે મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્ઞાની જીવતાં જ જ્ઞાન દ્વારા શરીર ત્યાગે છે ‘નેતિ નેતિ' દ્વારા અને અમરતા પ્રાપ્ત કરે છે. અજ્ઞાની પણ સદ્ગતિ માટે સ્વર્ગલોક કે ઉત્તમ લોકની પ્રાપ્તિ માટે શરીર ત્યાગે છે. આમ જીવનની અંતિમ ઘટના પણ શરીર ત્યાગની છે.
આમ છતાં ત્યાગનું મહત્વ ન સમજાયું અનાત્મા સાથે તાદાત્મ કરી જીવનારને, વિષયાસક્તને, ભોગાસક્તને, અસતુને સત્ માની જીવનારને, હાડકાં અને ચામડાં ચૂંથનારને, આકાર અને નામી સાથે જ સત્સંગ કરનારને, અનિત્યના સમાગમમાં સમય વ્યતીત કરનારને, સ્વપ્નવતુ સંસારને સાચો માની સ્નેહીસગામાં ગળાડૂબ રહેનારને!
જીવનને અંતે અને પ્રારંભમાં તો ત્યાગ છે જ પણ પળે પળે પણ ત્યાગ, ત્યાગ અને ત્યાગ જ દેખાય છે જે દષ્ટિ અસંગની પ્રાપ્ત હોય તો!
થોડું વિચારીએ તો સમજાશે કે ત્યાગ વિના જીવન શક્ય જ નથી. આપણે પળે પળે શ્વાસમાં હવા લઈએ છીએ, તેનો ઉચ્છવાસ દ્વારા ત્યાગ ન કરીએ તો શું થાય? સવારથી સાંજ સુધી પીધેલું પાણી, ખાધેલું અન્ન, તેનો ત્યાગ ન કરીએ તો શું થાય? દિવસ દરમ્યાન શરૂ કરેલી પ્રવૃત્તિનો ત્યાગ કર્યા વિના પ્રવૃત્તિ ચાલુ જ રાખીએ; દિવસ અને રાત જો પ્રવૃત્તિમય જ રહીએ તો શું થાય? ટૂંકમાં, ત્યાગ ખૂબ જ આવશ્યક નહીં, બલ્ક અનિવાર્ય છે. પ્રવૃત્તિનો ત્યાગ કરી નિદ્રા પણ જરૂરી છે, અને નિદ્રાને ત્યાગી પ્રવૃત્તિ પણ જરૂરી છે.
ખરેખર જે વિચારીએ તો સમજાય છે કે ત્યાગમાં જ સુખ છે...આનંદ છે. જે આપણા રોજિંદા જીવનની કિંમતી અનુભૂતિ છે પણ આપણે તેને સમજી શક્યા નથી. આપણે જયારે સુમિમાં હોઈએ છીએ ત્યારે નથી આપણી પાસે સ્વપ્નગતની કાલ્પનિક કામનાઓ, નથી જાગૃતિમાં દેખાતા mતની સ્થાવરન્ગમ મિલકત, નથી આપણી પાસે આપણી દોલત, નથી મોજશોખનાં સાધનો, નથી આપણાં સ્નેહી-સગાં, સંતાન કે પત્ની, નથી સજવા આપણે શણગાર, ખિસ્સાં ખાલી છે, ઓછામાં ઓછાં વસ