________________
(૩૬૩) છે, આપણે ભૂલી ગયા છીએ કે આપણે શેઠ, મિનિસ્ટર, ડૉકટર, વકીલ, વેપારી કે હોદ્દાદાર ઑફિસર છીએ, પૂજ્ય સંત કે સેવાભાવી કાર્યકર છીએ. આપણી ઉપાધિ, હોદો કે સત્તા સુષુપ્તિમાં આપણી પાસે નથી. અજાણતાં આપણે જે કંઈ એકત્ર કરેલું તે સર્વનો ત્યાગ થઈ ગયો છે. એટલે સુધી કે આપણે પિતા,માતા, પતિ કે પત્ની છીએ તે પણ ખ્યાલ નથી. આમ છતાં એ જીવનની વાસ્તવિક હકીકત છે કે જયારે કોઈ પૂછે કે સુષુપ્તિની તમારી અનુભૂતિ કેવી હતી તો આપણે કાંઈ પણ સંકોચ વિના, તરત જ ઉત્તર આપીએ છીએ કે હું ખૂબ જ સુખચેનથી સૂતો હતો.” આઈ હેડ સાઉન્ડ સ્લીપ. જયારે મારી પાસે કંઈ જ નહોતું ત્યારે હું આનંદમાં હતો. સુષુમિમાં જે આનંદનો અનુભવ આપણે કર્યો છે તે જ અનુભવ માટે આપણે રોજ પ્રયત્ન કરીએ છીએ અને જેને ઊંધ ન આવે તેને પૂછો કેટકેટલા પ્રયત્નો કરે છે વિદન વિનાની, સ્વપ્ન વિનાની સુપુતિને પ્રાપ્ત કરવા? આમ એક હકીકત સ્પષ્ટ છે કે જ્યારે સર્વ કાંઈ ત્યજાય છે ત્યારે જ સુષુપ્તિનો આનંદ મળે છે. આ જ છે આપણા જીવનની વિરોધાભાસી વાસ્તવિકતા! જીવનભર અનેક વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહીએ છતાં સુષુમિમાં પ્રવેશ કરવા એકત્ર કરેલી તમામ વસ્તુને ત્યાગવાથી, અરે સંગ્રહિત માલ-મિલકતના વિચારને પણ ત્યાગવાથી જ સુષુપ્તિ પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ ત્યાગનું મહત્ત્વ સમજાયું નથી. એ જ છે જીવનની મહાન દુર્ઘટના!
બધું ત્યાગતાં ત્યાગજે હુંપણાને બધું ભૂલતાં ભૂલજે દેહભાને.”
અને “બધું પામતાં પામજે તત્ત્વજ્ઞાને”
-સ્વામી શ્રી સ્વયંજ્યોતિ ત્યાગ વિશે સમાજમાં ભ્રાંતિ
મોટે ભાગે ત્યાગ શબ્દથી ઊભી થયેલી અનેક ભ્રાંતિઓ સમાજમાં પ્રચલિત છે. અને તે સર્વ ભ્રાંતિ સ્થૂળ વસ્તુ કે ભૌતિક પદાર્થોના ત્યાગ સાથે સંકળાયેલી છે, જ્યારે અહીં શંકરાચાર્યજી તો જ્ઞાનના ઉદયમાં દશ્યપ્રપંચના ત્યાગની વાત સમજાવે છે.
પ્રથમ આપણે ત્યાગ વિશેના ખોટા ખ્યાલો તરફ નજર કરીએ તેથી સાચી અસંગતા કે વૈરાગ્યનો ખ્યાલ આવશે. લૌકિક સમજ અને માન્યતામાં