________________
(૩૫૧)
જીવ અવિદ્યાની ઉપધિવાળો છે. હું નિરુપાધિક આત્મા છું.
જીવ અજ્ઞાનથી આત્મામાં આરોપિત છે;
હું તો સર્વનું અધિષ્ઠાન, આત્મા છું.
જીવ કર્તા - ભોક્તાનું અભિમાન રાખનાર છે.
હું અકર્તા, અભોક્તા, સર્વનો સાક્ષી છું. તેથી જીવ નથી.
જીવ અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન છે.
સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન એવો હું કોઈ જીવ ન જ હોઈ શકું. જીવ નિયમ્ય છે અને ઈશ્વર નિયંતા છે.
તે બન્નેથી ભિન્ન, અન્ય, નિરંકુશ આત્મા છું.
નથી હું પ્રાણ, નથી હું શ્યપ્રપંચ કે નથી હું ઈશ્વર. ઈશ્વર કારણ છે જ્ગતનું ને જગત કાર્ય છે.
હું કાર્ય અને કારણ બન્નેનું અધિષ્ઠાન છું.
જીવ અને ઈશ્વરની ઉપાધિથી હું મુક્ત છું. જીવની ઉપાધિ અવિઘા છે; ઈશ્વરની ઉપાધિ માયા છે.
હું નિરુપાધિક, પરબ્રહ્મ સ્વરૂપ છું.
ઈશ્વર જ્ગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો કર્તા છે. જ્યારે
હું અકર્તા આત્મા છું. અસંગ, નિ:સંગ, અક્રિય, નિર્લેપ છું.
ઈશ્વર આનંદાનુભવ કરે છે. જ્યારે
હું સાક્ષાત્ આનંદ સ્વરૂપ છું. તેથી આનંદ અનુભવનાર ઈશ્વર કદી નહીં.
ઈશ્વર બહુરૂપી છે. હું એકરૂપ, અદ્વૈત, બ્રહ્મ છું.
આમ,નથી હું જીવ નથી ઈશ્વર,
નથી ક્ષર પુરુષ, નથી અક્ષર પુરુષ,
હું ક્ષર-અક્ષરથી ભિન્ન પુરુષોત્તમ સ્વરૂપ છું.
હું નાશવાન ક્ષર શરીરથી અને અવિનાશી જીવથી ભિન્ન છું. અક્ષર પુરુષ