________________
(૩૩૯)
નિયમ નિયમ શબ્દથી આપણે ખૂબ જ પરિચિત છીએ. નિયમ અને સંયમ વિનાનું જીવન અવ્યવસ્થિત અને ધ્યેયહીન હોય છે. લૌકિક વ્યવહારમાં “નિયમ શબ્દ જુદા જુદા સંદર્ભમાં અવનવો અર્થ આપે છે. વ્યક્તિને પોતાના જીવનમાં ઉપયોગી એવા સ્વયંરચિત નિયમો હોય છે. શાળા કે કોલેજમાં શિસ્તના નિયમ, સમાજને સભ્યતા ટકાવી રાખવા પાળવા પડતા નિયમો, રાજ્ય કે સરકારે નાગરિક ઉપર લાદેલા નિયમો, સંસ્થાને સંસ્થાગત નિયમો, ધર્મમાં પણ પાળવા પડતા નિયમો; આશ્રમના તેમ જ માનવતાના વણલખ્યા નિયમો, નીતિ અને સદાચારના નિયમોનો ભંગ થાય છતાં સજા ન થાય તેવા નિયમો તેમ જ ધર્મ, અર્થ અને કામપ્રાપ્તિના નિયમો (જેને પુરુષાર્થની પ્રાપ્તિના નિયમ કહી શકાય) જેમાં સામાન્ય રીતે એમ કહેવાયું કે અર્થ એકત્ર જરૂર કરો પણ ધર્મની રીતે ધન કમાવ અને નીતિ અને સદાચારને રસ્તે કામાયેલા ધન દ્વારા “ભોગ” અર્થાત “કામ” ભોગવવામાં વાંધો નથી. અને ધર્મની પ્રાપ્તિ માટે પણ જો સ્વચ્છ નીતિ દ્વારા અર્જિત ધન વપરાય તો જ શ્રેષ્ઠ ગણાય. અને અંતે પરમ પુરુષાર્થના સંબંધમાં પણ કોઈ નિયમ છે. “નિયમ'નો અર્થ યોગીની દષ્ટિમાં તથા યોગશાસ્ત્રમાં જુદો છે. અને જ્ઞાની કે વેદાન્તની ઈષ્ટમાં જુદો અર્થ છે. ટૂંકમાં, પોતાના કલ્યાણ માટે પણ શાસ્ત્રોમાં નિયમ છે અને આત્મસાક્ષાત્કારની દિશામાં પ્રયાણ કરવા માટે પણ નિયમ છે.
રાજનીતિશાસ, નીતિશાસ, ધર્મશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર દરેક કોઈ ને કોઈ નિયમની વાત કરે છે. આપણે અહીં યોગશાસ્ત્રમાં અને યોગીની દષ્ટિમાં નિયમનો અર્થ શું છે તે અને જ્ઞાન કે વેદાન્તમાં અને જ્ઞાનીની દષ્ટિમાં નિયમ શબ્દ કયો સંકેત પહોંચાડે છે તેના ઉપર વિચાર કરવાનો પ્રયત્ન કરીશું. યોગશાસ્ત્ર અને નિયમ
શ્રી પાતંજલયોગદર્શનમાં સાધનપાદના સૂત્ર ૩૨મા નિયમની વ્યાખ્યા નીચે મુજબ કરવામાં આવી છે:
शौचसन्तोषतप: स्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥३२॥