________________
(૩૪૫)
તમામ કર્મો ઈશ્વરને સમર્પિત કરીને કરવાં. કર્મો ઈશ્વરપ્રીત્યર્થે કરવાં નિમિત્ત થઈને કરવાં. ઈશ્વર કરાવે છે માટે મારાથી થઈ રહ્યું છે તેમ સમજવું ટૂંકમાં ઈશ્વરની પ્રેરણા અને ઈશ્વરની સત્તાથી જ મારા વડે કર્મ થાય છે; હું કરતો નથી, તેવા ચિંતન દ્વારા કર્મો થવા દેવાં તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. ઈશ્વરપ્રણિધાનનો અર્થ છે કર્મોનો ત્યાગ કે સંન્યાસ અને સાથે સાથે કર્મના ફળની આસક્તિ કે અપેક્ષાનો પણ ત્યાગ કે સંન્યાસ. આમ કર્મ અને તેના ફળની અપેક્ષાના ત્યાગ સાથે થતું નિષ્કામ કર્મ એ જ ઈશ્વરપ્રણિધાન છે જેને સંપૂર્ણ સમર્પણ કે “ટોટલ સરેન્ડર” કહેવાય છે.
આવી ઈશ્વરપ્રણિધાનની વાત ભગવાને અર્જુનને ગીતામાં કહી છે:
यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कृरुष्व मदर्पणम् ॥
“જે તું કરે, જે ખાય, જે હોમે, જે દાન કરે, જે તપ કરે, વગેરે જે જે કરે તે સર્વ હે કુન્તીપુત્ર! તું મને અર્પણ કર.”
આવી રીતે કર્મસંન્યાસ શક્ય છે. તદ્ઉપરાંત પોતામાં કર્તાભાવ છે તેનો ત્યાગ કરવો હોય તો સર્વ કર્મ ઈશ્વર કે બ્રહ્મથી થાય છે તેવી ભાવના કરવી જોઈએ. અને તેવા ચિંતનથી કર્મ થાય તો કર્મનો ત્યાગ થઈ જાય છે અને ભાવ ન રહેતાં કર્મફળ પણ ત્યજાય છે. જ્યારે દાન અપાય છે. ત્યારે બ્રહ્મ જ દાન આપે છે, બ્રહ્મને જ અપાય છે અર્થાત્ બ્રહ્મને પોતાને જ અપાય છે. કારણ સર્વ કાંઈ બ્રહ્મમય જ છે. આવું ચિંતન જ શ્રેષ્ઠ બ્રહ્માર્પણ છે અને તે જ સાચું ઈશ્વરપ્રણિધાન છે. સાચા ઈશ્વરપ્રણિધાનમાં હું ક્રિયાનો કર્તા નથી પણ ઈશ્વર જ છે તેમ ચિંતન કરવું “નારૂં વર્તા સર્વમૈતત્ વ્રોવવુંતે તથા’। (કૂર્મ પુરાણ)
નિયમના સંદર્ભમાં યોગશાસ્ત્ર મુજબ આપણે પાંચ નિયમની ચર્ચા કરી. તેમાં તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન આદિ ક્રિયાઓ કરતી વખતે આપણે આપણા તરફથી ભાવના કરવી પડે છે કે જે કંઈ થાય છે તે ઈશ્વર દ્વારા થાય છે. ઈશ્વર છે અને તે જ સર્વ કરાવે છે. વેદાન્ત કહે છે કે આપણે ભાવના કરીએ કે ન કરીએ છતાં જે કંઈ અસ્તિત્વમાં છે તે સર્વ બ્રહ્મરૂપ છે બ્રહ્મથી ભિન્ન કોઈ વસ્તુ જ અસ્તિત્વમાં નથી. દ્વૈત