________________
(૩૪૧)
(૨) સંતોષ એ બીજો નિયમ ગણાય છે. જીવનયાત્રા ટકાવી રાખવા માટે જે પદાર્થોની જરૂર છે માત્ર તેના માટે જ પ્રયત્ન કરવો અને અન્ય પદાર્થો મેળવવાની આકાંક્ષા ન રાખવી, અથવા અન્ય બિનજરૂરી પદાર્થોમાં અસ્પૃહા તે જ સંતોષ કહેવાય છે.
પ્રારબ્ધગત જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું તે સંતોષ છે. પ્રારબ્ધગત પ્રતિકૂળ સંજોગ મળે તો પણ દ્વેષ ન કરવો; અને અનુકૂળ સંજોગની અપેક્ષા ન રાખવી; તે જ સાચા સુખની નિશાની છે. જે સંતોષી છે તેને સમસ્ત જગતની દોલત કે સૃષ્ટિની સમૃદ્ધિ તૃણ સમાન છે કારણ કે તેને તૃષ્ણા જ નથી. જ્યારે અસંતુષ્ટને તેના અસંતોષની કોઈ સીમા જ નથી. તેથી સાધકે જે કંઈ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેમાં સંતોષ રાખવો ઘટે. (૩) તા: એ ત્રીજો નિયમ છે. યોગશાસ્ત્રમાં તપ એ એક ક્રિયા છે. અને તે ક્યિા વ્યસ્થિત ચિત્તવાળા માટે અર્થાત અત્યંત પ્રબળ વાસનાગ્રસ્ત વ્યક્તિ માટે આવશ્યક માનવામાં આવેલ છે. વાસના વધુ હોવાથી તેના ચિત્તમાં રજસું અને તેમની પ્રધાનતારૂપ અશુદ્ધિ હોય છે. અને તેથી તેવી વ્યક્તિનું ચિત્ત અને ઈન્દ્રિયો વિષયોમાં સતત રમણ કરે છે. આમ હોવાથી તેનું મન યોગવિરોધી ગણાય છે. યોગમાં વૃત્તિઓનો નિરોધ જ મહત્ત્વ ધરાવે છે. તેથી તેવી વ્યક્તિ માટે અને આરક્ષ માટે તપ કરવાનું કહ્યું છે.
તપ કરવાથી શરીરનું શોષણ થાય છે, દેહને કષ્ટ પડે છે, ઈન્દ્રિયો નિર્બળ બને છે અને થાકેલી ઈન્દ્રિય તેના વિષય પ્રત્યે દોડતી નથી. તેથી વિષયાકાર વૃત્તિનો વિરોધ કરવામાં સરળતા રહે છે. તઉપરાંત તપ શુભકર્મ છે અને તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા ચિત્તના પાપરૂપ મળનો ક્ષય થાય છે તેથી ચંચળ અને વ્યસ્થિત ચિત્તવાળા માટે તપ આવશ્યક છે. જેનું અંત:કરણ સમાહિત છે અને જેનામાં રજસ અને તમસ દ્રવ્યની પ્રધાનતા નથી તેવા અધિકારી માટે તપની ક્રિયા કે કર્મ કહ્યાં નથી. અર્થાત જે યોગારૂઢ છે તે માટે કર્મ નહીં બલકે કર્મથી નિવૃત્તિ કે શમ જ કારણ કહેવાય છે. આવી ક્રિયાઓ તો આરુર માટે જ છે. તેવી વાત