________________
(૩૩૪)
કર્મ, મન, તથા વાણી વડે અન્યના દ્રવ્યમાં અસ્પૃહ થઈ રહેવું તેને જ તત્ત્વદર્શી ઋષિઓએ અસ્તેય ગણ્યું છે.
આથી સ્પષ્ટ સમજવું કે કોઈનો વિચાર પણ આપણો બને તેવી ભાવના અને તેનું આચરણ એ ચોરી જ છે=સ્તેય છે. તેથી સુઢ, અસ્પૃહા રાખી, શાસ્ત્ર નિષિદ્ધ કરેલી રીતે, કોઈનું કંઈ પણ ગ્રહણ ન કરવું. ४. ब्रह्मचर्य
બ્રહ્મચર્ય એ યમનું ચોથું અંગ છે. તેનો અર્થ વિશેષ કરીને ઇન્દ્રિયોના સંયમની સાથે ઉપસ્થેન્દ્રિયના નિગ્રહની સાથે સંકળાયેલ છે. ‘બ્રહ્મચર્ય' શબ્દ જાતીય વૃત્તિ અને જાતીય સંબંધોના સંદર્ભમાં અને તેના નિગ્રહ નિમિત્તે ઘણી જ્ગ્યાએ વપરાય છે. દક્ષસંહિતામાં બ્રહ્મચર્યના આઠ પ્રકારો જણાવી તેનું રક્ષણ કરવાનું સૂચન છે.
"ब्रह्मचर्य सदा रक्षेदष्टधा लक्षणं पृथक् । स्मरणं कीर्तनं केलिः प्रक्षणं गुह्यभाषणम् ॥ संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च ।
तमैथुनमष्टाङ्गं प्रवदन्ति मनीषिणः ॥ न ध्यातव्यं न वक्तव्यं न कर्तव्यं कदाचन । एतैः सर्वैर्विनिर्मुक्तो यतिर्भवति नेतरः ॥”
“પૃથક્ લક્ષણવાળા, આઠ પ્રકારના બ્રહ્મચર્યનું યોગી સર્વદા રક્ષણ કરે. રાગપૂર્વક સ્ત્રીનું સ્મરણ કરવું, રાગપૂર્વક તેની શ્રેષ્ઠતાનું કથન કરવું, તેની સાથે ક્રીડા કરવી, તેને રાગપૂર્વક જેવી, તેની સાથે ગુપ્ત વાર્તા કરવી, તેની સાથે ભોગ કરવાનો સંકલ્પ કરવો, તેની સાથે સંભોગ કરવો કે સંભોગ કરવાનો નિશ્ચય કરવો આ આઠ પ્રકારનું મૈથુન છે, એમ બુદ્ધિમાનો કહે છે. માટે યોગીએ કદી મૈથુનનું ચિંતવન ન કરવું, તે સંબંધી ન બોલવું, શરીર વડે પણ તેનું સંપાદન ન કરવું, તે સર્વથી અત્યંત મોળો થાય તે જ યોગી છે, અન્ય નહીં.”
‘બ્રહ્મચર્ય’ માટેનો અર્થ જ્ઞાનીઓ દ્વારા જુદા દૃષ્ટિકોણથી પણ થયો છે. શાની માને છે કે જ્યાં શરીર જ પોતે નથી, તો પછી ઇન્દ્રિયો કે તેના ભોગમાં તે કઈ રીતે આસક્ત હોય ? શરીરભાવમાં જ-દેહાભિમાનમાં જ-વીર્યસંયમ કે ઈન્દ્રિયસંયમ સાથે સંકળાયેલા બ્રહ્મચર્યનાં અર્થો છે. આત્મજ્ઞાની,