________________
(૩૩૬)
ક્રિયા નથી, નિગ્રહ, નિરોધ કે સંયમ નથી. તે સ્થિતિ છે સ્વરૂપની; રમણ છે સર્વવ્યાપ્તમાં, સર્વસ્થળે, સર્વ સમયે, સભાન અવસ્થામાં...
સૌની સાથે... છતાં એકાન્તમાં.
૫. અપરિપ્રદ
અપરિગ્રહ એ યમનું પાંચમું અંગ છે.
પરિગ્રહ:
(૧) ભોગસાધનનો મમ ભાવ કે મમત્વ બુદ્ધિથી સ્વીકાર કરવો પરિગ્રહ કહેવાય છે,
(૨) જીવનજરૂરિયાતની વસ્તુ કરતાં વધુ એકત્ર થયેલાં ભોગવિલાસનાં સાધનો કે ધન તે પરિગ્રહ છે,
(૩) જીવનનિર્વાહથી અતિરિક્ત સંગ્રહ ભલે શાસ્ત્રવિધિ મુજબ થયો હોય છતાં તે અપરિગ્રહ નથી-બલકે પરિગ્રહ જ છે.
અપરિગ્રહ
જીવનયાત્રા પૂર્ણ કરવા માટે તેના નિર્વાહથી વધુ ભોગસાધનો, શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રાપ્ત થાય છતાં તેનો અસ્વીકાર કરવો કે અનંગીકાર કરવો તે અપરિગ્રહ કહેવાય છે.
ભોગસાધન, ધન, વૈભવનો મમ ભાવથી સ્વીકાર ન કરવો તે અપરિગ્રહ કહેવાય છે.
વિષયમાત્રનો અશક્તિથી સ્વીકાર ન કરવો તે અપરિગ્રહ નથી. ડૉક્ટરે જણાવ્યું હોય કે ખાંડ ન ખાવી કારણ કે મધુપ્રમેહનો રોગ છે અને તેવા કારણથી મીઠાઈ ન લેવી, તે અપરિગ્રહ નથી. શરીર તમામ ભોગ ભોગવી શકે તેવું સ્વસ્થ હોય, લોકો ધન અને વૈભવ-ભોગનાં સાધન આપે છતાં ન લેવામાં જ અપરિગ્રહ છે. દંભ ખાતર કે બીજાને બતાવવા ખાતર ન લેવું કે ન સ્વીકારવું તે પણ અપરિગ્રહ નથી. સંગ્રહ કે એકત્ર કરવાથી નિંદાનો ભય હોય અને ન સ્વીકારવું તે અપરિગ્રહ નથી. પણ જેનામાં નથી દંભ કે નથી નિંદાનો ભય; નથી સ્વીકારવામાં અશક્ત કે નથી રોગગ્રસ્ત કે નથી સમાજથી તિરસ્કૃત; સૌ આપે છતાં જરૂરિયાતથી વધુ ન લે તે જ સાચો અપરિગ્રહી છે. કારણ કે તેને પરિગ્રહ કે સંગ્રહમાં દોષદર્શન થાય છે. પરિગ્રહમાં કેટલાક દોષો પણ છે. જેવા કે