________________
(૩૩૩) કે જો એમ લાગે કે સત્યનું આચરણ કઠિન છે અને મૌન દ્વારા વ્યવહાર ચલાવી શકાય તેમ નથી તો સૌ સૌએ પોતાનું ધ્યેય યાદ રાખવું. વિશેષ કરીને યોગના સાધકનો આશય યોગસિદ્ધિ છે. મુમુક્ષુનો ઉદ્દેશ્ય મુક્તિ છે. વ્યવહાર નભાવવો અને ચલાવવો એ સાધક કે મુમુક્ષુનો આશય નથી. તેથી સાધકે તો સત્ય ન બોલી શકાય ત્યાં મૌન ધારણ કરવું, પણ અસત્ય ન બોલવું. આ જ સંદેશ છે યોગશાસ્ત્રનો સત્યના સંદર્ભમાં. સત્ય એ બ્રહ્માનુભવનું પ્રથમ પગથિયું છે. જો આપણે બીજા પાસે સત્ય ભાષણની અપેક્ષા રાખતા હોઈએ તો આપણે પણ સત્ય બોલવું જોઈએ. અસત્ય ભાષણ દ્વારા આપણે આપણો જ અનાદર કરીએ છીએ, આપણી જાત ઉપર જ આપણે નફરત અને ધૃણા પેદા કરીએ છીએ તે આપણને સરળતાથી સમજાતું નથી. સત્ય ભાષણમાં માત્ર નીડરતા નથી. નીડર તો ગુંડો અને ઘાતકી પણ હોઈ શકે. સત્યવાદીમાં તો અભય છે. સત્ય બોલવાથી પોતે તોડરતો નથી પણ તેના સત્ય કથનથી તે બીજામાં ભય પણ પેદા કરતો નથી. આવું અભયપ્રેરિત સત્યાચરણ આત્મજ્ઞાન વિના શકય નથી. આમ સત્ય અને અહિંસા આત્મજ્ઞાનની નીપજ છે. આત્મજ્ઞાન સાધ્ય છે. સત્ય અને અહિંસા પૂજારી છે તો આત્મજ્ઞાન પૂજય છે તેમ કહેવામાં પણ વાંધો નથી. પણ અહીં પૂજારી અને પૂજયમાં ભેદ છે તેમ કહી શકાય નહીં. કારણ કે સાચો અહિંસક અને સત્યવાદી આત્મજ્ઞાનથી વંચિત હોતો નથી. અને આત્મજ્ઞાનીને સત્ય અને અહિંસાનો અભ્યાસ કરવો પડતો નથી, અદશ્ય આત્મજ્ઞાનની દશ્ય બાજુ એ જ સત્ય અને અહિંસા છે. 3. अस्तेय
અસ્તેય એ યમનું ત્રીજું અંગ છે. તેય અર્થાત્ ચોરી કરવી અને અસ્તેય એટલે ચોરીનો અભાવ. યોગશાસ્ત્ર મુજબ સ્તેય એટલે કોઈ પણ વ્યક્તિની માલિકી કે મમત્વવાળી વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું, માલિકની જાણ વિના, છૂપી રીતે, બળાત્કારથી, છળકપટથી, તેની આજ્ઞા કે ઈચ્છા વિના હરણ કરવું તે તેમ=ચોરી કહેવાય છે અને તેનાથી અસ્પૃહ રહેવું તે અસ્તેય કહેવાય છે. યાજ્ઞવલ્કયસંહિતામાં અસ્તેયનું સ્વરૂપ નીચે મુજબ વર્ણવ્યું છે:
कर्मणा मनसा वाचा परद्रव्येषु निःस्पृहाः। अस्तेयमिति संप्रोक्तमृषिभिस्तत्त्वदर्शिभिः॥