________________
(૩૨૯)
જે વાત ખોટી હોય અને વક્તા તેને સાચી માનતો હોય અને પોતાની માન્યતા મુજબ સાચા રૂપે પ્રગટ કરતો હોય તો તેને પોતાના અજ્ઞાનનિમિત્તક પાપ લાગે છે. કારણ કે વક્તાની વાણી,યથાર્થ રીતે અસત્યની નિવૃત્તિ રૂપ નથી.
વકતા એક માહિતી એક રૂપે જાણતો હોય પણ જયારે તેને પ્રશ્ન પુછાય ત્યારે વિપરીત અર્થનો સામાને બોધ કરાવવા જે વાણીનો ઉપયોગ કરે છે તે વાણી કે શબ્દો તદ્દન અસત્ય ન હોય છતાં પણ તેને સત્ય કહેવાય નહીં કારણ કે ત્યાં સત્ય માહિતી છુપાવી અન્ય અર્થ ઘટાવવા, વાણીનો પ્રયોગ થયેલો છે. દા.ત., આપણે ઘેર આત્મારામ અતિથિ તરીકે આવેલા છે અને તેઓ રસોડામાં બેઠા બેઠા ભોજન કરે છે. ઘરના બીજા ડ્રૉઈંગરૂમમાં ટેલિફોનની ઘંટડી વાગે છે. આપણે ટેલિફોન લઈએ અને જો સામેથી પ્રશ્ન પુછાય કે “આત્મારામભાઈ છે?'' આ પ્રશ્નના ઉત્તરમાં જો આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ કે સાચી માહિતી આપવી નથી અને અસત્ય પણ બોલવું નથી તો આપણું વ્યવહાર-પારંગત મન આપણને પ્રેરણા આપે છે અને આપણે તરત જ જવાબ આપીએ છીએ કે “આત્મારામભાઈ અહીં નથી.’' ખરોખર તો જે રૂમમાંથી આપણે ટેલિફોન કરીએ છીએ ત્યાંથી આત્મારામભાઈ સીધા જ દેખાય છે. છતાં આપણે સંદર્ભ બદલીને કહ્યું, ‘આત્મારામભાઈ અહીં નથી'' અર્થાત્ ડ્રૉઈંગરૂમમાં નથી. આપણી ‘સામે નથી’ તે શબ્દો કે વાણી ખોટી નથી. પણ પ્રશ્ન પૂછનારનો સંદર્ભ છે કે આત્મારામ ઘરમાં છે કે નહીં; આપણે આગળ વાત કરતાં ફોનમાં કહીએ છીએ કે “કોઈ સંદેશો હોય તો આપી દો...આત્મારામભાઈને આપી દઈશું'' અને આપણે સંદેશો લઈ લઈએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ કે આપણે અસત્ય બોલ્યા નથી. આમ છતાં આપણે જે ઉત્તર આપ્યો કે “આત્મારામભાઈ અહીં નથી'' તે આપણા યથાર્થ જ્ઞાનથી વિપરીત અર્થ સામાને પહોંચાડવા માટે હતો. તેવા કથનથી અસત્યની નિવૃત્તિ થતી નથી. આમ, જો આપણું કથન અસત્યની નિવૃત્તિરૂપ સત્ય ન હોય તો સાચું દેખાતું કથન પણ સત્ય કદી નથી.
આપણું કથન ‘આત્મારામ અહીં નથી' તે, જો જાણીજોઈને સામી વ્યક્તિ ન સમજ શકે તેમ બોલાયું હોય તો પણ સત્ય નથી. પોતાને આત્મારામ