________________
(૩૨૭)
મુકાય. તેનો ઉપયોગ કરનાર આ હિંસામાં ભાગીદાર ખરાને?
૩. સેન્ટ-સ્લેન્ડર લોરિસ' નામનાં, કદમાં નાનાં છતાં આકર્ષક વાંદરાની આંખ અને હૃદય વાટીને બનાવાતાં સૌંદર્યપ્રસાધન; અને બિજુ નામના પ્રાણીને જીવતાં લાકડીથી મારી મારીને તથા તેને અન્ય ક્રૂર રીતે ઉત્તેજિત કરી, તેના શરીરમાંથી નીકળતા તૈલી પદાર્થ જે સેન્ટ તરીકે વપરાય છે તેનો ઉપયોગ કરનારના શરીરમાંથી સેન્ટની સુગંધને બદલે એ મૂક પ્રાણીની દર્દનાક ચીસ નથી સાંભળવા મળતી શું? અને તેનો ઉપયોગ કરનાર આ હિંસાના અદશ્ય ભાગીદાર ખરા કે નહીં?
શણગારનાં સાધનો માટે થતી હિંસા
સૌંદર્યપ્રસાધનમાં જ નહીં પરંતુ આપણે શણગાર-પછી તે દેહનો હોય કે ઘરનો તેમાં પણ અદશ્ય રીતે હિંસાના કેવા ભાગીદાર બનીએ છીએ ?
ઘરને સુશોભિત કરવા વપરાતાં હાથીદાંતનાં રમકડાં કે કલાત્મક કળાકૃતિઓ માટે થતી બેસુમાર હાથીની હત્યા, પર્સ બનાવવા થતી સાપ અને મગરની હિંસા અને કોટ બનાવવા ચર્મ માટે થતી સીલ માછલી અને રીંછની હિંસા તેમ જ કસ્તૂરી માટે થતી કસ્તૂરી મૃગની હિંસા-આ બધી ચીજોનો ઉપયોગ કરનાર હિંસાના ભાગીદાર ખરા ને? આ અદશ્ય હિંસાની ભાગીદારીમાંથી આપણે છટકી શકીએ તેમ નથી.
પૂજાની સામગ્રી માટે થતી હિંસા
પૂજામાં વપરાતું શુદ્ધ રેશમી અબોટિયું અનેક કીડાઓની હત્યા સાથે સંકળાયેલું છે તો પંચામૃતમાં વપરાતું મધ જે પવિત્ર ગણાય છે તે મધમાખીની ઊલટી જ છે. તથા માખીઓએ પોતાના નિભાવ માટે સંગૃહીત કરેલું મધ ખૂંચવી લેવું તે પણ હિંસા છે તો પછી તેનો ઉપયોગ કરનાર એ હિંસાના અદશ્ય ભાગીદાર ખરા ને?
યંત્રોની વપરાશમાં હિંસા
મિસાઈલનાં યંત્રોમા તેલની જરૂર પડે છે ત્યારે વ્હેલ માછલીની નિર્દય હત્યા થાય છે. હારપૂન ગ્રેનેડથી તેનો શિકાર થાય છે. તો આ યંત્રો આપણે વાપરીએ એટલે આમાં પણ આપણે અદૃશ્ય ભાગીદાર ખરા ને? ગાંધીજીના અહિંસા વિશેના વિચારો જોઈએ: