________________
(૨૦૭)
જગતનું મૂળ કહ્યું પણ અવિભાજિત છે તેમ કહ્યું. ત્યાર બાદ એટમનું વિભાજન થયું. અને ત્યાર બાદ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ અસ્તિત્વમાં આવ્યો અને લોકો દશ્ય જગતના દ્રષ્ટા વિશે વિચારતા થયા. આઈન્સ્ટાઈને “ટાઈમ-એસેસરી ફોર્થ ડાયમેન્શન” અને “થિયરી ઓફ રિલેટિવિટી” દ્વારા નવા વિચારો જગતને આપ્યા. તેથી ખળભળી ઉઠેલું વૈજ્ઞાનિક જગત વિચારના ચકે ચઢ્યું અને તેણે શોધી કાઢ્યું કે જે એટમ જગતનું મૂળ છે તે પ્રોટોન+ઈલેક્ટ્રોન+ન્યૂટ્રોન+તમામ પરિવર્તનશીલ છે. માટે જડ છે અને વિનાશી છે. અને જે વિનાશી અને જડ છે તે જગતનું કારણ નથી. અને અંતે વિજ્ઞાનનો અંતિમ નિચોડ કંઈ આવો છે કે જડ પદાર્થ કે ઇનર્ટ મેટર જગતનું કારણ નથી. ઉત્પત્તિનું મૂળ નથી, પણ ચોક્કસ એનર્જી કે ચૈતન્ય જ જગતનું કારણ છે. પોતાના આવા નિષ્કર્ષને, સિદ્ધાંતને, અભિગમને સમજાવવા વિજ્ઞાને જે સિદ્ધાંત કે થિયરી આપી તેને તેઓ “પ્રિન્સિપલ ઓફ ઈનડિટરમિનેબિલીટી” કહે છે. અર્થાત્ જે ‘એનર્જી' કે શક્તિ જગતનું કારણ છે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી. આ કેવી આશ્ચર્યમય વૈજ્ઞાનિક ઘટના છે કે આપણે પણ બ્રહ્મ વિશે તેમ જ કહીએ છીએ કે બ્રહ્મ વિશે કંઈ કહેવાય નહીં. કરણ તે વાચાતીત છે. વાણી, ઈન્દ્રિય કે મન દ્વારા અગમ્ય છે, તે જ વસ્તુ માટે તેમણે પણ કહ્યું કે જેના વિશે કંઈ ‘ડિટરમાઈન” ન થાય તેવી “એનર્જી =શકિત્ત વિશેનો સિદ્ધાંત તે જ “પ્રિન્સિપલ ઓફ ઈનડિટરમિનેબિલિટી". આવું નામ રાખવા પાછળ વિજ્ઞાનનો આશય એ જ કે જે શક્તિને તેઓ એનર્જીના નામે ઓળખે છે તે આંખે અદશ્ય છે, અનામી છે, સર્વવ્યાપ્ત છે;, ગુણધર્મરહિત છે છતાં ત્રણે કાળે અસ્તિત્વમાં છે. અને આપણે પણ બ્રહ્મ માટે તેવું જ માનીએ છીએ. જેમ વિજ્ઞાને કહ્યું કે દરેક એટમ=પરમાણુ બ્રહ્માંડનું સૂક્ષ્મ પ્રતીક છે, અર્થાત્ જે કંઈ એટમમાં છે તે જ સંપૂર્ણ બ્રહ્માંડમાં છે. સૂર્યમંડળમાં જેમ સૂર્ય વચ્ચે છે અને ગ્રહો આગળપાછળ ફરે છે તેમ જ એટમની વચ્ચે પ્રોટોન છે અને ઈલેક્ટ્રોન આગળપાછળ ફરે છે. આ જ વિચારને વિના પ્રયોગ, વિના સંશોધને, લેબોરેટરી કે બાહ્ય નિરીક્ષણ વિના ભારતના
ઋષિમુનિઓએ ચિત્તને-મનને પ્રયોગશાળા બનાવી, માત્ર એકાંતના સહારે ચિંતનમનન અને મનોમન્થનના આધારે નક્કી કરી, નિ:સંદેહ ઘોષણા કરી કે “યથા પિંડે તથા બ્રહ્માંકે' જે કંઈ આ શરીરમાં છે તે જ બ્રહ્માંડમાં છે. અને સૃષ્ટિનું અધિષ્ઠાન-કારણ આ પિંડમાં જે ચૈતન્ય છે, તેથી ભિન્ન નથી.