________________
(૨૨૭). વ્યક્તિ દિવસે, ભરબપોરે રણમાં પાણી માટે દોડતી હોય. રજાઈ-કામળા લઈને સૂતેલી, રણમાં પરસેવે રેબઝેબ પોતાને જુએ છે. આમ કાળ અને પદાર્થો બદલાઈ જાય છે તેથી પણ સ્વપ્નના પદાર્થો અસત્ છે.
(૭) આમ, સ્વપ્નમાં દેખાતા પદાર્થો શરીરની બહાર કે અંદર ગમે ત્યાં દેખાય તે અસત્ય છે, કારણ કે સ્વપ્નના પદાર્થો સ્વપ્નસમયે સમયમાં જન્મે છે. સ્વપ્નદેશમાં જન્મે છે. આમ જે જે દેશ-કાળમાં જન્મે છે તે તે નાશવંત છે. ટૂંકમાં–
સર્વ દેશકાળમાં જન્મેલ પદાર્થો નાશવંત છે. તમામ દશ્ય પદાર્થો જન્મેલા છે. માટે સર્વ દશ્ય પદાર્થો નાશવંત છે. નાશવંત છે તેથી જ બાધિત થાય છે અને જેનો બાધ થાય તે અસત કે મિથ્યા જ કહેવાય. આ દષ્ટિએ કોઈ પણ પદાર્થ–પછી તે સ્વપ્નમાં દેખાય કે જગતમાં, જે દશ્ય છે તે અનિત્ય છે, કારણ દશ્યને જ આકાર છે, આકારને જ ઉત્પત્તિ છે, આકારને જ નામ છે. નામનો નાશ છે. આમ સ્વપ્ન કે જાગ્રતના પદાર્થોનો બાધ છે તેમનો આકાર છે. તે સૌ દશ્ય છે માટે સર્વ પદાર્થો અસત્ અને મિથ્યા છે.
(૮) તદ્દુપરાંત સ્વપ્ન અને જાગૃતિના પદાર્થોમાં વિકાર છે, વ્યભિચાર છે, તેથી પણ તે અસત્ છે. સ્વપ્નના પદાર્થોમાં ભેળસેળ જેવું અગર નાટ્યાત્મક રૂપ ((ડ્રામેટાઈઝેશન) પણ દેખાય છે. અડધું શરીર સ્ત્રીનું, અડધું માછલીનું. માણસને શિગડાં વગેરે જેવું કદી હોતું નથી. તેથી પણ સ્વપ્નના પદાર્થો ખોટા છે.
(૯) ઘણી વાર એવું ભાસે છે કે બહાર દેખાય તે સાચું અને અંદર દેખાય તે ખોટું. પણ સ્વપ્નમાં જે બહાર દેખાય છે તે પણ ખોટું
જ હોય છે. અને સ્વપ્નદ્રષ્ટાના સંકલ્પો પણ ખોટા હોય છે તેથી સાચાખોટા વિભાગો જ ખોટા છે. અને જેમ સ્વપ્નમાં અંદર-બહાર દેખાતું સર્વ કાંઈ અસત છે તેવું જ જાગૃતિમાં પણ અંદર-બહાર દેખાતું સર્વ કાંઈ દશ્યપ્રપંચ અસત જ, મિથ્યા જ છે. પણ જેમ જાગ્રતમાં આવીએ ત્યારે જ સ્વપ્ન અસત્ જણાય છે તેમ જાગૃતિ પણ અવિદ્યાની નિદ્રા છે. આ