________________
(૨૨૬) અહીં જણાવ્યું છે કે સ્વપ્નના પદાર્થો ખોટા છે, મિથ્યા છે, કારણ કે જાગૃતિમાં તે બાધિત થાય છે. એટલું જ નહીં પણ જાગૃતિમાં જે કંઈ દશ્ય હોય છે તે સ્વપ્નમાં હોતું નથી. આમ સ્વપ્નના પદાર્થોનું અસત્યત્વ ગજાહેર છે. તેનાં મુખ્ય કારણો નીચે મુજબ છે:
(૧) તેઓ ત્રણે કાળે નથી હોતા. જાગ્રત અને સુષુપ્તિમાં તેનો બાધ થાય છે.
(૨) સ્વપ્નના પદાર્થો શરીરની અંદર દેખાય છે. અને મોટા પર્વતો, વૃક્ષો વગેરે શરીરની અંદર સમાઈ શકે નહીં તેથી તે સૌ અસત્ય છે,
(૩) તેવી જ રીતે સ્વપ્નમાં મુસાફરી કરતી વ્યક્તિ પોતાની મોટર, પ્લેન કે ટ્રેનમાંથી ઘણી વસ્તુ તેના શરીરની બહાર જુએ છે તે દશ્યો પણ મિથ્યા છે. આમ સ્વપ્નની અંદર અને બહાર જે કંઈ દશ્ય છે તે સર્વ અસત્ છે.
(૪) સ્વપ્નના પદાર્થો વ્યાવહારિક નથી માટે પણ મિથ્યા છે. જાગ્રતનું દેવું ભરવા સ્વપ્નની મિલકત નકામી છે. તેથી તે વ્યવહારગણ્ય પણ નથી. આમ અનુભવગય છે, છતાં વ્યવહાર થાય તેમ નથી માટે તે સૌ પદાર્થો મિથ્યા છે.
(૫) સ્વપ્નદર્શન અસતુ છે કારણ કે ખૂબ જ ટૂંકા સમયમાં ભારતમાં સ્વપ્ન જોતી વ્યક્તિ કઈ રીતે અમેરિકા, લંડન, આફ્રિકા કે જર્મની પહોંચી શકે? અમદાવાદમાં માણસ ઘાસલેટની લાઈનમાં ઊભો હોય અને ઝોકે ચડે અને જોતજોતામાં એફિલ ટાવર ચડી ગયો હોય, પેરિસમાં પહોંચી ગયો હોય તેનો વાંધો નહીં. સ્વપ્નમાં કદાચ પાસપોર્ટ કે વિસા વિના પહોંચી શકતા હોય પણ જ્યારે ઘાસલેટનો ડબ્બો હાથથી છૂટે છે તે જાગે છે, ત્યારે પાછો ભારતમાં જ કેમ જાગે છે? પેરિસમાં જાગવો જોઈએ. જો એમ પેરિસ પહોંચાતું હોત તો અમદાવાદીઓ ઘાસલેટની લાઈનમાં જ ઊભા હોય, કેમ? માટે જ સ્વપ્નદર્શનમાં દશ્ય થતા સૌ પદાર્થો અસત છે. ટૂંકા સમયમાં દૂરની યાત્રા શક્ય નથી,
(૬) સ્વપ્નમાં પદાર્થો અને કાળની ફેરબદલી થાય છે. તેથી પણ સ્વપ્નના પદાર્થો સાચા નથી. સૂતી વખતે રાત્રિ હોય અને અચાનક સ્વપ્નમાં