________________
(૨૪૨)
રોજ છોકરાં ઝાડ ઉપર ચડે-રમે. તેનાં લાક્ડાં કપાય છે. તેનાં પાંદડાં કપાય છે. બહેનો તેનાં લાકડાંથી રસોઈ બનાવે છે. આમ વૃક્ષનો અનુભવ સૌને છે છતાં તેની કિંમત કોઇને નથી. એક દિવસ જંગલ ખાતાના માણસે આવીને કહ્યું કે આ તો ચંદનનું વૃક્ષ છે. ત્યારે સૌને એની કિંમત સમજાઇ. હવે તે વૃક્ષની સંભાળ લેવાઈ; તેની પૂજા થવા લાગી. લાકડાં કપાતા બંધ થયાં. તેનાં લાકડાંથી હવે રસોઈ થતી નથી પણ તેને હવે તાળામાં સાચવવામાં આવે છે, કારણ કે તેનું જ્ઞાન થયું. એ જ પ્રમાણે જ્યારે જ્ઞાન થાય કે સૌ વ્યવહાર બ્રહ્મથી થાય છે ત્યારે સૌ સાકારમાં નિરાકાર દેખાય છે. મને મારા જ શબ્દોમાં પરબ્રહ્મ સૂરની જેમ સંભળાય છે. દરેક વ્યક્તિમાં વિરાટની જેમ તે દેખાય છે. પછી તો બ્રહ્મમયી દષ્ટિ, બ્રહ્મમયી સૃષ્ટિ, બ્રહ્મમય વ્યવહાર અને બ્રહ્મ એ જ પરમાર્થ જણાય છે. બ્રહ્મમય વ્યવહારમાં સંસાર મિથ્યા જણાતો નથી અને જો તે મિથ્યા જ જણાય તો તે રહેતો નથી અને બ્રહ્મ દેખાય છે. પણ મિથ્યા જણાવું એટલે જ ન જણાવું અર્થાત્ સંસાર... સંસાર ન દેખાય પણ બ્રહ્મરૂપે જ દેખાય. જગત બ્રહ્મમય થઇ જાય તેનો અર્થ જ એ છે કે ગત... ગત નથી રહેતું. નામ.... આકાર... આકર્ષણ આસક્તિયુક્ત તે રહેતું નથી. અને માટે જ સર્વ સંતોએ સાક્ષાત્કાર કર્યો છે. સંસારમાં રહી તેનો નિષેધ કરવા સૌએ વ્યવહારને બ્રહ્મમય સમજવા પ્રયત્ન કરવો જોઇએ... તેવી ઐક્ય દૃષ્ટિમાં પણ સંસાર કે વ્યવહાર નહીં રહે અને... બીજો રસ્તો છે... જગતના વ્યવહારને મિથ્યા... સ્વપ્નવત્ સમજી તેમાંથી મનને ઉપરામ કરવું...
“સાગર! જગ વ્યવહાર સૌ; કેવળ સ્વપ્ન સમાન, સુધરો કે બગડો! ભલા ! નહીં વૃદ્ધિ! નહીં હાણ. સાગર !
જહાં ! જૂઠા પર
શો રાગ?!
જાદુની નામ રૂપ ગુણ સબ ગલત! જાગ! જાગ!
મન! જાગ!”
- શ્રી સાગર