________________
(૨૪૬)
ઊલટું તેથી વિપરીત ‘સર્પ’ તરીકે દેખાય છે. જીવનમાં પણ તેવું જ બને છે. ન જાણવું તે તો ઠીક છે. કોઇ પણ વસ્તુ, વ્યક્તિને ન ઓળખવી તેમાં ઉભયપક્ષે નુકસાન નથી. પણ તેને વિપરીત ઓળખવી તે જ આરોપણ છે. પોતાના વિચારોનું અન્ય પર પ્રક્ષેપણ છે. અને જ્યાં સુધી પોતે પેદા કરેલ પ્રક્ષેપણ સમાપ્ત ન થાય ત્યાં સુધી ભ્રમ નીચે છુપાયેલ બ્રહ્મ ન જણાય. આરોપિત વસ્તુ પ્રયત્ન ન કરીએ છતાં દેખાય, ઊભા કરાયેલ ભ્રમ-વિભ્રમ કે ભય... ચોમેર આપણી જ પરિક્રમા કરતા દેખાય છે, કારણ કે તે આપણું જ સર્જન છે.. પણ જેના આધારે તે સર્જાય છે... તેનું ભાન ભૂલાય છે. માટે જ અનાત્મા ભૂલાતો જ નથી, આત્મા સ્મરાતો જ નથી.
એક જ ઘટનાનો જ્ઞાની સતત સાક્ષી અને જ્ઞાતા છે, જ્યારે તે જ ઘટના અજ્ઞાનીને અજ્ઞેય અને અજ્ઞાત છે. માટે જ શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું કે “હે અર્જુન! મારા અને તારા ઘણા જન્મો વીતી ગયા છે, પરંતુ તે સર્વેને હું જાણું છું, પણ તું જાણતો નથી.”
" बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन । तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परंतप ॥५॥
(ગીતા-૪/૫)
શ્રીકૃષ્ણને ખ્યાલ છે કે પોતાના અવતારો બદલાય પણ પોતે બદલાય તેમ નથી. અવતારો આવજા કરે પણ પોતે ક્યાંય જતા નથી કે આવતા નથી. શરીર પડે પણ પોતે ી ન પડે તેવું અણનમ તત્ત્વ છે. શરીર તો પાંદડાંની જેમ ખરી પડે છે, પણ પાંદડા ખરવાથી વૃક્ષ ખરતું નથી. વૃક્ષે તો અનેક પાંદડા ભૂતમાં ખેરવ્યાં છે. હાલ ખેરવે છે, ભવિષ્યમાં ખેરવશે. છતાં નથી વૃક્ષને આગમન કે વિદાય, નથી ઉદય કે અસ્ત, નથી સ્વીકાર કે ત્યાગ, નથી ખરવાનું કે ખીલવાનું પણ તેવી જ સમજ અર્જુનમાં નથી. તેથી જ તો અર્જુનને વિષાદ છે. શરીરના નાશનો અહંકાર છે. કર્તા ભાવનો, પાપની ભાવનાનો ભય છે, ભોક્તા-ભાવથી. કારણ કે જે આત્માને કૃષ્ણ અકર્તા, અભોક્તા, અજન્મા, અજર, અમર માને છે તેને જ અર્જુન કર્તા-ભોક્તા, નાશ પામનાર માને છે. અને તેથી જ તે યુદ્ધમાં ઊભેલાનો સંહાર કરવાની ના પાડે છે. અર્જુન ભ્રાંતિમાં છે કે હું સંહાર કરનાર છું, કર્તા છું, અને સામે ઊભેલાનો નાશ કરનાર હું જ કારણ છું. તેથી હું જ પાપનો સર્જક છું. કેટલી ભ્રાંતિ છે