________________
(૩૨૨)
થયું છે. અને તેના પાલન માટે યોગશાસો સૂત્ર દ્વારા સૂચના આપી છે
- “જ્ઞાતિવેરાતસમયાવચ્છિન્ના: સાર્વમીમાં મહાવ્રત ”
જાતિ, દેશ, કલા અને સમયથી પરિચ્છેદને ન પામતા એવા, સર્વ અવસ્થામાં કર્તવ્ય રૂપે નિશ્ચિત થયેલા આ યમને મહાવ્રત કહેવાય છે.”
ટૂંકમાં, અહિંસાપાલનમાં કોઈ અપવાદ નથી. જાતિ, દેશ, કાળ કે અવસરના સંદર્ભમાં પણ અપવાદ નથી. અતિથી અપરિચ્છિન્ન અહિંસા
જે કોઈ એમ સમજે કે બ્રાહ્મણ અને ગાયની હત્યા ન કરવી; તો એવો અર્થ થયો કે બીજાની હત્યા કરવામાં વાંધો નથી. ગાય કતલખાને ન જવી જોઈએ તેનો અર્થ એવો ન થાય કે બીજાં પ્રાણી જવાં જોઈએ. આવી અહિંસા તો જાતિથી પરિચ્છિન્ન કે અવચ્છિન્ન થઈ કહેવાય. તેથી તેમાં અહિંસાનું આંશિક પાલન થયું કહેવાય. તેથી સાચા અર્થમાં હું કદી કોઈ પણ પ્રાણીનું હનન નહીં કરું અને તેમાં ભાગીદાર કે સાથી નહીં બનું. જીવમાત્રની હત્યાથી હું દૂર રહીશ તે જ જાતિ અપરિચ્છિન્ન અહિંસા
દેશથી અપરિચ્છિન્ન અહિંસા
જો કોઈ એવી પ્રતિજ્ઞા કરે કે હું તીર્થ, દેવાલયે કે ધર્મસ્થાનમાં હત્યા નહીં કરું, તો એવો અર્થ થાય કે બીજા સ્થળોએ તેને હત્યા કરવાની છૂટ છે. આવી અહિંસા દેશથી પરિચ્છિન્ન ગણાય છે. તે સાચી અહિંસા નથી. તેથી સૈનિક દ્વારા યુદ્ધના મેદાનમાં થાય છે તે પણ હિંસા જ છે યુદ્ધ વિના અરણ્યમાં પશુની હત્યા થાય છે તે પણ હિંસા છે. સમાજમાં વ્યક્તિની હિંસા તો કરપીણ ખૂન જ ગણાય છે. સૈનિકને યુદ્ધકાળે, તે દેશમાં, હત્યાની સંમતિ મળે છતાં તે હિંસા નથી તેવું ન જ કહી શકાય. માત્ર તે હિંસા માટે તેનો દેશ કે રાજ્ય તેને સજા કરતું નથી. પણ દુશ્મન દેશમાં તે સજાને પાત્ર બને છે. અહિંસાના પાલનમાં કોઈ સ્થળ કે દેશના સંદર્ભમાં ક્યાંયે છૂટછાટ ન હોવી જોઈએ. અને ન હોય તે જ દેશથી અપરિચ્છિન્ન અહિંસા કહેવાય છે. કાળથી અપરિચ્છિન્ન અહિંસા
અહિંસાપાલનમાં કોઈ સમયે હિંસાની છૂટ મળે તેવું નથી અને અમુક સમયે જ હિંસા ન થાય અને બીજા સમયે હિંસા થઈ શકે તેવું પણ