________________
(૩૨૩)
નથી. કોઈ એમ સમજે કે ‘હું ચૌદશના દિવસે કે પવિત્ર દિવસે બેસતા વર્ષે હત્યા નહીં કરું.' આવું વ્રત આંશિક અહિંસા સૂચવે છે. તેવા વ્રતના પાલનમાં જે અહિંસા છે તે કાળ વડે પરિચ્છિન્ન કે અવચ્છેદ પામેલી જણાય છે. તેથી પૂર્ણ અહિંસામાં હું કોઈ પણ સ્થળે, કોઈ પણ કાળે, કોઈની પણ હિંસા નહીં કરું તેવી સ્પષ્ટતાની જરૂર છે.
સમય અર્થાત્ અવસર કે પ્રસંગથી અપરિચ્છિન્ન અહિંસા
કેટલાક લોકો એવા હોય છે કે જેઓ સામાન્ય સંજોગોમાં પ્રાણીની હત્યા કરતા નથી. પણ વિશેષ પ્રંસગે જ હત્યા કરે છે. જેમ કે કેટલાક આખું વર્ષ જુગાર ન રમે... પણ ગોકુળઅષ્ટમીને દિવસે તો જરૂર રમે, તેથી કંઈ તેઓ જુગારી નથી તેવું ન જ કહેવાય. જેમ કોઈએ એક જ વખત ચોરી કરી હોય અને પકડાય તો તે ચોર નથી તેવું ન જ કહેવાય. તેવી જ રીતે વિશેષ પ્રસંગમાં જે હત્યા કરે છે તે હત્યારો કે હિંસક નથી તેમ ન જ કહેવાય. ભલે તે હિંસા યજ્ઞ, યાગ કે દેવપ્રીત્યર્થે કરેલી હોય. તેથી કોઈ વ્રત લે કે “હું દેવતાને રીઝવવા માટે, યજ્ઞ માટે બલિ આપીશ; તે સિવાય હિંસા નહીં કરું” તો એવી અહિંસા અવસર, પ્રસંગ, ઉત્સવ કે સમયથી પરિચ્છિન્ન કે પરિચ્છેદ પામેલી ગણાય છે. તેથી સારા કે માઠા, પવિત્ર કે અપવિત્ર, સ્નેહી કે દેવતા, કોઈને પણ કોઈ પણ પ્રસંગે રીઝવવા કરેલી હિંસા સ્વીકાર્ય નથી. અને તેમાં અહિંસાનું પાલન નથી.
શ્રેષ્ઠ અહિંસા
પરમ સત્યના સાન્નિધ્યમાં વિકાસ પામેલી અહિંસા એટલે હું કોઈ પણ પ્રાણીને, કોઈ કાળે, કોઈ પણ સ્થળમાં, કોઇ પણ પ્રસંગ, ઉત્સવ કે અવસરમાં મન, વાણી અને કાયા દ્વારા દુ:ખ પહોંચાડીશ નહીં એવી પ્રતિજ્ઞા વડે પાળવામાં આવેલી અહિંસા જ જાતિ, દેશ, કાળ અને પ્રસંગ, અવસર કે સમયથી અપરિચ્છિન્ન અહિંસા છે.
અહીં અહિંસાની ચર્ચાના સંદર્ભમાં રખે કોઈ સમજે કે હિંસાના ભયથી નિત્યકર્મનો ત્યાગ કરીને અહિંસાનું પાલન કરવું.
નિત્યકર્મનું સાવધાનીપૂર્વક પાલન કરવા છતાં પણ શૌચાદિમાં ક્ષુદ્ર જંતુઓની નિરુપાયે ઇચ્છા વિના હિંસા થાય... તેથી શૌચાદિ ક્રિયાનો ત્યાગ કરવાની જરૂર નથી પણ તેવી હિંસાના ભયને દૂર કરવા સાધક યોગીએ નિત્ય