________________
(૩૨૦) તો એકબીજામાં ભાઈ-ભાઈ જ નહીં પણ સર્વમાં પોતાને જ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તો જ કદી પોતે પોતાનો વેષ નહીં કરે. પોતે પોતાનું અપમાન નહીં કરે અને કદી પણ પોતે પોતાને દુ:ખી નહીં કરે. માટે જ શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે
__ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मत : ॥६/३२।। “હે અર્જુન, જે યોગી સર્વભૂતોમાં સુખ અથવા દુ:ખને પણ પોતાની ઉપમા કે પોતાના દષ્ટાંતથી સમાન જુએ છે તે યોગી પરમ (શ્રેષ્ઠ) માન્યો છે.”
આથી, બીજાનું દુ:ખ એ મારું જ છે એવું જ્યારે સમજાય છે ત્યારે જ આપણે મનથી અહિંસક બની શકીએ છીએ. વાણી દ્વારા અહિંસા
આપણે એવી વાણી ન ઉચ્ચારવી કે જેથી અન્યને અપમાન કે નિંદા જેવો અનુભવ થાય. અન્યને અનેકની હાજરીમાં વાણી દ્વારા હલકો ચીતરવો, ઉતારી પાડવો અને મજાક-મશ્કરી માટે પણ ટીકાનું કેન્દ્ર બનાવવું તે વાણીની હિંસા છે. અને આવી હિંસા ઘણી વાર શરીરની ઇજા કરતાં વધુ તીવ્ર અને ઘાતક નીવડે છે. શબ્દોના બાણથી જે વીંધાય છે તે ઘા જલદી રૂઝાતા નથી ને રૂઝાય તો ડાઘ રહી જાય છે. અને વેરઝેરની અનંત વૃત્તિઓને જન્માવે છે. તેથી વાણીના પ્રયોગમાં ખૂબ જ સાવધાનીની જરૂર છે.
વાણી દ્વારા કોઈની પણ લાગણી દુભાવવી તે હિંસા છે... તેથી જો તેવી દહેશત હોય; તો મૌનસેવન વધુ સારું.. અને માગ્યા વિનાના અભિપ્રાય આપવાની કુટેવ જો આપણામાં ઘર કરી ગઈ હોય... તો તેને દૂર કરવી ઘટે, નહીં તો આપણે વાણીથી હિંસા કરી બેસવાના. આપણે ઉચ્ચાર્યા નથી તે શબ્દોના આપણે માલિક છીએ પણ આપણે ઉચ્ચારી નાંખ્યા છે તે શબ્દોના આપણે ગુલામ બનવું પડે છે. શબ્દ તો તીર છે. છૂટી ગયા પછી તેનો કોઈ ઉપાય કે ઈલાજ નથી. તેનો અર્થ એવો હરગિજ નહીં કે બીજાને ગમે તેવું જ બોલવું, ગોળ ગોળ બોલવું કે સારું હોય તેવું બોલવું. જો “સાચા'ના ભોગે “સારું બોલાતું હોય તો તેનો ત્યાગ કરવો અને જો સત્ય કડવું જ બોલાય તેમ હોય, લાગણી