________________
(૩૧૮)
ઉપજાવવું તેને યોગીઓએ અહિંસા કહી છે.”
અહિંસા ઉપર ખૂબ ઝીણવટથી ને વિચક્ષણ બુદ્ધિથી આપણા આચાર્યો, સંતો, શાસ્ત્રો અને ઋષિઓએ ચિંતન કર્યું છે. માટે જ તેઓ માત્ર શરીરની નહીં, પણ માનસિક હિંસા વિશે પણ વિચારી શક્યા છે. મનથી અહિંસા
કોઈ પણ વ્યક્તિ વિશે જાણે-અજાણે રાગ કે દ્વેષ પ્રગટ કરવો તે તો હિંસા છે જ, પણ અપ્રગટ રાગદ્વેષને મનમાં સંગૃહીત કરવાં તે પણ સૂક્ષ્મ હિંસાની જમાવટ છે, જેમ બે મિત્ર જેવાં દેખાતાં રાષ્ટ્રો, સરહદ ઉપર લશ્કરની જમાવટ કરે તેવું જ તે અવ્યક્ત રૂપે છે. મનમાં જો કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ હશે તો જ તેનું અપમાન કરવાનો કદી વિચાર આવશે. જેના પ્રતિ ષ હશે, તેને શિક્ષા આપવાનો, પાઠ ભણાવવાનો કે બદલો લેવાનો વિચાર મનમાં આવ્યા વિના નહીં રહે. તેથી બીજાને દુ:ખ પહોંચાડવાની યોજના મનમાં ઘડાયા કરશે. ભલે તમે કોઈને હજુ કંઈ પણ કર્યું નથી, છતાં કોઈ પણ પ્રાણીના અહિતનો વિચાર ટ્રેષમાંથી જાગે છે. તેથી દ્વેષ તો હિંસા છે જ, પણ રાગ પણ માનસિક હિંસાની પૂર્વ તૈયારી રૂપે જ છે. કોઈ પણ પ્રાણી કે જીવ વિશે જ્યારે અત્યંત રાગ હોય તો તે વ્યક્તિ કે પ્રાણીને ઇજા કરનાર પ્રત્યે દ્વેષ જાગે છે અને તેની તીવ્રતા ખૂબ ઊંચી હોય છે. એવું પણ બને કે જે વ્યક્તિ વિશે ખૂબ માન હોય, પૂજ્યભાવ હોય, પ્રેમ, સ્નેહ કે આસક્તિ હોય; અગર તે વ્યક્તિ આપણી ભાવિ આકાંક્ષાઓનું પ્રતીક હોય, જેને નજરમાં રાખી આપણે પ્રગતિના માર્ગે આગળ વધતા હોઈએ, તેવી વ્યક્તિનું અપમાન થાય, તેને કોઈ દ્વારા ઇજા થાય; તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે, તેમાં જો કોઈ વ્યક્તિનો હાથ છે તેવું જણાય તો આપણે તેના તરફ ધૃણા, દ્વેષ પ્રગટ કરીએ છીએ એટલું જ નહીં પણ તેને મન અને શરીરથી ઇજા પહોંચાડવાના પ્રયત્નમાં પણ અટકતા નથી. આમ એક વ્યક્તિ તરફની અત્યંત આસક્તિ કે આંધળો રાગ-બીજા માટે નફરત ઊભી કરે તે પણ એક પ્રકારની માનસિક હિંસા છે. આવી હિંસા રાજકીય અને ધાર્મિક નેતાઓના અનુયાયીઓમાં સ્પષ્ટ જણાઈ આવે છે. બે નેતાઓના વિચારોમાં મતભેદ હોવાથી ઘણી વાર તેના અનુયાયીઓ કોઈ પણ કારણ વિના પરસ્પર એકબીજાને દેશ અને દુશમનભાવે જુએ છે તે અપ્રગટ, અવ્યક્ત હિંસાનું જ સૂક્ષ્મ સ્વરૂપ છે.