________________
(૩૧૯) એ પ્રમાણે શરીરથી કોઈને ઇજા ન કરી હોય પણ ઇજા કરવાનું વિચારવું કે જેઓ તેવું વિચારતા હોય તેમાં મૂક સંમતિ આપવી તે પણ માનસિક હિંસા જ છે. સ્વપ્નમાં પણ તમે કરેલી હિંસા તમારી જાગ્રત વિચારણાનો અજાગ્રત પડઘો જ છે. કારણ કે સ્વપ્નમાં આપણે આપણા વિચારોનું જ પ્રક્ષેપણ પ્રોજેક્શન” અજાણતાં કરીએ છીએ. તેથી સ્વપ્નની હિંસા ભલે સીધી રીતે બીજાને નુકસાન ન કરે, છતાં તે પોતાના વ્યક્તિત્વને જ એક યા બીજા પ્રકારે ઇજા પહોંચાડે છે. બીજાને શારીરિક ઈજા ન પહોંચાડવી તે જ અહિંસા નથી, પરંતુ વ્યક્તિએ પોતાના શરીરને, મનને અને વિચારને પણ ઇજાયુક્ત કરવાની જરૂર નથી. જો આપણું મન અને શરીર ઈશ્વરની “અમાનત’ છે, થાપણછે અને માત્ર એક જન્મ માટે આપણને વાપરવા મળી છે તો તે કાયા અને મન ઉપર નાહકનાં કષ્ટ કે દઈ લાદવાની જરૂર નથી. કારણ કે તે તમારી માલિકીની તો નથી જ પણ મોક્ષ અને ધર્મની પ્રાપ્તિ માટેનું અમૂલ્ય માધ્યમ છે, શ્રેષ્ઠ સાધન છે. આમ પોતાના મન અને શરીરને પણ પીડા પહોંચાડવાનો આપણને હક નથી. અને જાહેરમાં તો કદી પણ નહીં, કારણ કે આપણે આપણા શરીરને ભલે ખીલા મારીએ, સાટકા મારીએ, કાંટા ભોંકીએ પરંતુ તે જોવાથી જો બીજાને માનસિક પીડા થાય તો આપણા શરીરને આપણે પહોંચાડેલી ઇજા પણ બીજા માટે માનસિક હિંસા જ છે. તેથી તેવાં પ્રદર્શનોમાં હાજરી આપી હિંસા કરનારને પ્રોત્સાહન આપવામાં પણ હિંસા જ સમાયેલી છે.
આમ જોતાં મન અને વિચાર દ્વારા પ્રગટ કે અપ્રગટ, જાણતાં કે અજાણતાં પણ અન્યને દુ:ખ કે આઘાત પહોંચાડવો તે મનની હિંસા જ છે. અને તેવી હિંસાથી જે દૂર રહે છે તે જ મનથી અહિંસા પાળી શકે છે. મનથી જેણે અહિંસા પાળવી હોય તેણે રાગ અને દ્વેષ બન્નેને છોડવાં જ ઘટે અને પ્રાણી માત્રમાં આત્મભાવ જગાડવો પડે, દરેકમાં પોતાને જોવાનો પ્રયત્ન કરવો પડે. જે હું મને જ બીજામાં જોઈ શકું તો કદી હું મારી જાતે.. મને... ઈજા પહોંચાડી શકતો નથી. દુઃખ, દર્દ કે ઇજા પહોંચાડવા. અન્યની, પરાયાની, પારકાની જરૂર પડતી હોય છે. મારા જ દાંત મારી જ જીભને જમતી વખતે ભૂલથી કચરી નાખે તો હું હથોડી લઈ દાંત તોડતો નથી.... કારણ ત્યાં જીભ, દાંત સૌ મારાં જ છે. જ્યારે પારકાનો તો ભીડમાં અજાણતાં વાગેલો ધક્કો પણ અહમને ગોબો પાડી જાય છે. તેથી જે ખરેખર અહિંસાનું પાલન ઈચ્છે તેણે