________________
(૨૯૨)
તેનો અર્થ કે શરીર પાંચ પાંચના પંચકથી બનેલું છે. દા.ત. શરીરમાં પાંચ પ્રાણ; પાંચ કોષ; પાંચ જ્ઞાનેક્યિો ; પાંચ કર્મેન્દ્રિયો અને શરીર પોતે પણ પંચમહાભૂતથી બન્યું છે. આમ પાંચ પાંચના સમૂહથી બન્યું છે તેથી દેહને પ્રપંચ કહે છે. ઉપરાંત જગત પણ પ્રપંચ છે, અને શરીર ગતનો જ એક અંશ છે માટે પણ પ્રપંચ કહેવાય છે.
આ પ્રપંચ સુષમિમાં અદશ્ય થાય છે તેથી પ્રપંચ સત્ય નથી. નિત્ય નથી, તેને પારમાર્થિક સત્તા નથી. પ્રપંચના અભાવમાં શરીર કે તેનું પ્રારબ્ધ પણ ટકી શકે નહીંઆમ છતાં શરીરની વ્યાવહારિક સત્તા છે તેમાં કોઈ મતભેદ નથી અને શરીર સાથે પ્રારબ્ધની પણ વ્યાવહારિક સત્તા છે. પ્રારબ્ધની વ્યાવહારિક સના:
જીવનવ્યવહારમાં વ્યક્તિ હતાશા નિરાશાનો ભોગ થઈ પડે છે; તેથી જ વ્યવહારમાં તે વ્યક્તિના દુ:ખમાં આશ્વાસન આપવા પ્રારબ્ધની વાત કહેવાઈ છે. માટે જ જેને આઘાત લાગ્યો હોય તેને કહેવાય છે કે સુખ-દુ:ખ બધું પ્રારબ્બાધીન છે. તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. અને માટે જ શોક કરવો વ્યર્થ છે. “વિધિના લેખ કદી મિથ્યા થઈ શકે નહીં.” “પ્રારબ્ધ તો સંતોને પણ હોય છે અને તેથી જ તો તેમને પણ કેવા કેવા ભયંકર રોગ થાય છે. (પણ સંત, જ્ઞાની માને છે કે પ્રારબ્ધ શરીર ભોગવે છે). આમ જે મહંતો, સંતો, જ્ઞાનીઓ મુક્ત નથી તો આપણે ક્યાં?” “જ્ઞાનથી તો આગામી અને સંચિત નાશ પામે છે, પ્રારબ્ધ તો કરેલાં કર્મનો બદલો છે તેથી તે ભોગવવાં જ પડે છે.” આમ, આવી અનેક વાતો વ્યવહારમાં પ્રારબ્ધના સંદર્ભમાં સંભળાય છે. તે માત્ર આઘાતને હળવો કરવા માટે છે. અજ્ઞાનીને આશ્વાસન આપવા માટે છે. અહીં શ્રુતિ, ઉપનિષદ,
સ્મૃતિ કે શાસ્ત્ર અથવા સંતો પણ લૌકિક કે વ્યાવહારિક દષ્ટિએ જ અજ્ઞાની માટે જ પ્રારબ્ધની વાત કરે છે.
કોઈએ ભૂલથી એવું સમજવાની જરૂર નથી કે પ્રારબ્ધની વાત પુરુષાર્થનો વિરોધ કરવા કે તેનો ઇન્કાર કરવા માટે છે. ખરેખર તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં વિવેક જરૂરી છે. શું પુરુષાર્થથી મળશે અને શેના માટે પ્રારબ્ધની જરૂર પડે છે? આગળ વિચારી ગયા કે અર્થ અને ભોગ પ્રારબ્ધ ઉપર આધાર રાખે છે. જ્યારે ધર્મ અને મોક્ષ પુરષાથધીન છે. આત્મજ્ઞાન માટે પરમ પુરુષાર્થ મોક્ષ માટે અજ્ઞાનની નિવૃત્તિ આવશ્યક છે અને તેવી નિવૃત્તિ સતત ચિંતન-મનનરૂપી પુરુષાર્થ વિના શક્ય નથી. આમ ધર્મ અને મોક્ષ પુરુષાર્થધીન છે. જ્યારે અર્થ અને કામ પ્રારબ્બાધીન છે. બન્ને વાતો વ્યાવહારિક છે અને એકબીજાની વિરોધી નથી. તેથી સ્પષ્ટ