________________
(૨૯૩) સમજી લેવું કે જે હું મને શરીર માનું તો મારે પ્રારબ્ધ છે. અને જે હું મને બ્રહ્મ માનું તો મારે પ્રારબ્ધ સાચું નથી.
જે કોઈ એવો પ્રશ્ન પૂછે કે આ શરીર, માબાપ વગેરે કેવી રીતે મળ્યા? તો તેવા પ્રશ્નના સમાધાન માટે પ્રારબ્ધ જ યોગ્ય જવાબ છે. જો તમે એવો જવાબ આપો કે શરીર શ્વરે આપ્યું છે...તો પછી કેમ કોઈને નીરોગી કે કોઈને રોગી; કોઈ ને સુંદર અને કોઈને કુરૂપ મળ્યું? જો ભગવાન જ અપે તો સૌને સમાન શરીર મળવા જોઈએ. અને જે તેવું થયું નથી તો ભગવાન પણ પક્ષપાતી કહેવાય. આમ ભગવાન પર દોષારોપણ ન થાય માટે વ્યવહારમાં પ્રારબ્ધથી શરીર મળે છે તેવો જવાબ અપાય છે.
કોઈ પૂછે કે માબાપ કોણે આપ્યાં? તેમાં પણ જવાબ આપવો પડશે કે પ્રારબ્ધ મુજબ મળ્યાં છે. તેમાં કોઈની પસંદગી ચાલતી નથી. નહીં તો સૌ પૈસાદાર, મિલમાલિકો અને ઉદ્યોગપતિઓને જ માબાપ બનાવે અને તેમના ઘેર જ નિશાળ અને પ્રસૂતિગૃહ ચાલે. પણ તેમ થવું શક્ય નથી. તેથી માબાપ પ્રારબ્ધથી મળે છે તેવું કહેવાય છે. જે ઈશ્વર આપે છે તેમ કહીએ તો કેમ કોઈને ગરીબ, કોઈને પૈસાદાર; કેમ કોઈને લાંબી ઉમર સુધી, કોઈને થોડા સમય માટે માબાપ મળે છે? કેમ કોઈનાં માતા કે પિતા અંધ? અને કોઈના રોગી? આવા પ્રશ્નોના નિરાકરણ અર્થે જ
પ્રારબ્ધની રચના થયેલી છે. માટે જ કહ્યું છે કે “અજ્ઞાનીનનોધાય” હવે જે એમ વિચારીએ કે આ પ્રારબ્ધ એ કર્મ છે કે ભોગ? જે આપણે તેને કર્મ માનીશું તો પ્રારબ્ધથી સુખ કે દુઃખ ન થવું જોઈએ. પણ સુખ-દુ:ખ થાય છે. જો પ્રારબ્ધ માત્ર કર્મ જ હોય તો પાપ અને પુણ્ય જ કર્મથી જન્મે. હવે જો પ્રારબ્ધને ભોગ માનીએ તો તેમાંથી માત્ર સુખ-દુ:ખનો જ ભાવ થવો જોઈએ. અને કોઈ પણ ભોગ ભોગવવાથી પાપ અને પુણ્યનો ભાવ ન પેદા થવો જોઈએ. પછી ભલે તે ભોગ વસ્તુ પ્રત્યેનો હોય કે શારીરિક હોય છતાં ભોગ ભોગવતાં પાપ-પુણ્યભાવ જાગે છે. તેથી પ્રારબ્ધ પૂર્ણરૂપે ભોગ કે પૂર્ણરૂપે કર્મ નથી. ખરેખર તો કોઈ પણ ક્યિા કત્વના અભિમાનથી થાય કે હું કર્તા છું તેવા ભાવથી થાય તો જ તે કર્મ બને છે. જે ત્યાં કતભાવ નથી તો પાપ-પુણ્ય કંઈ નથી અને જે ક્યિા ભોક્તત્વભાવે=ભોક્તાભાવે થાય તો જ ભોગ બને છે. જે ભોગવવાની ક્યિામાં હું ભોક્તા છું તેવો ભાવ નથી તો ભોગ ભોગવાય છતાં સુખ-દુઃખ ન જન્મે. આમ પ્રારબ્ધ નથી ભોગ છતાં તેવું ભાસે છે.