________________
(૨૯૧)
સમજાવવા માટે જ એવું ક્યું છે. “અજ્ઞાનીનનનોધાર્થમ્' બાકી શ્રુતિનું તાત્પર્ય અને હેતુ તો માત્ર એક અદ્વૈત પરબ્રહ્મનું વર્ણન કરવાનો જ છે. એક અદ્વૈત બ્રહ્મમાં અન્યની, ભેદની, બીજાની શક્યતા જ નથી; છતાં જો દેહ જેવું દેખાય; તે જન્મતો દેખાય તો તે માત્ર ભાસ કે પ્રતીતિ છે. દેહ જીવતો દેખાય છે પણ છે તો જડ; ચંદ્ર પ્રકાશતો દેખાય છે પણ પોતે પ્રકાશહીન છે. તેમ દેહમાં દેખાતું ભાસતું ચૈતન્ય તેનું સ્વયં નથી. તેથી જડ દેહને સાચું પ્રારબ્ધ માની શકાય નહીં. જેમ સર્પ પણ ભ્રાંતિ છે. છતાં હાલતોચાલતો ભય ઉત્પન્ન કરતો દેખાય છે. છતાં સર્પની સત્તા જેમ પ્રતિભાસિક છે તેવું જ દેહનું પણ છે. તેની સત્તા કદી પારમાર્થિક નથી. માટે દેહ અને તેનું ભાસતું પ્રારબ્ધ બન્ને મિથ્યા અને અસત્ છે.
તેને
આવા નિ:સંદેહ જ્ઞાન પછી જ્ઞાનીને શરીર જીવે કે મરે તેની ચિંતા જ નથી. તે શરીરના સંતાપે કદી સંતપ્ત થતો નથી. અને દેહની ભ્રાંતિથી કે સુખથી સુખી થતો નથી, સંદેહવિહીન અપરોક્ષ જ્ઞાન છે કે ‘હું જ આ આત્મા છું' પછી તે કદી કોઈ ઇચ્છાથી, કામનાથી, શરીર પાછળ સંતપ્ત થતો નથી; તેવું જ શ્રુતિ જણાવે છે. आत्मानं चेत् विजानीयात्
अयम् अस्मि इति पूरुषः ।
किम् इच्छन् कस्य कामाय
રરીરમ્ અનુસંòત્।। (બુ.ઉ.)
જ્ઞાનીને મન દેહ જડ છે એટલું જ નહીં પણ કલ્પિત છે, અધ્યસ્ત છે. તેથી તેને શરીરમાં નથી રાગ કે નથી દ્વેષ. જે વાસ્તવિક અસ્તિત્વમાં હોય તેના માટે જ આસક્તિ કે અનાસક્તિ હોય; તેના માટે જ મોહ કે શોક હોય પણ ભ્રાંતિ માટે તેવું શક્ય નથી. મૃગજળ લાંબુ ટકે કે અત્યારે જ તે ભ્રાંતિ નષ્ટ થાય તેથી જ્ઞાનીને હર્ષશોક નથી. અને તેવી જ ધારણા આત્મજ્ઞાનીના શરીર માટે પણ છે.
“યહ દેહ ઠહરે કલ્પ તક; યા આજ ઉસકા અન્ત હો। તેરા ન કુછ બિગ બને; યહ જાન કર નિશ્ચિંત હો॥
દિનરાત તુઝમેં હૈ નહીં; ના હિ સબેરા શામ હૈ। તૂ કાલ કા ભી કાલ હૈ; ફિર શોચ કા ક્યા કામ હૈ”
આમ જ્યાં શરીરની જ જ્ઞાનીને ચિંતા નથી, ત્યાં પ્રારબ્ધની ચિંતા ક્યાંથી હોય; અને તેને મન પ્રારબ્ધની સ્વીકૃતી જ સાચી હોતી નથી.
‘વૈહસ્ય પ્રવૃંત્રાત્’દેહ પણ પ્રપંચ જ છે. એવું આ શ્લોકમાં કહ્યું છે