________________
(૩૦૯) દેખાય તેવો હોય તો નાશવાન થઈ જાય, કારણ કે જે જે દેખાય છે તે નાશ પામવાના સ્વાભાવવાળું છે. “કષ્ટ: નષ્ટ: સ્વમાવ:” તો પછી બ્રહ્મને જાણવો કઈ રીતે? બ્રહ્મને, આત્માને કે મારે 'મને' મન, બુદ્ધિ અને ઇન્દ્રિયના અવિષય તરીકે જાણવો. અને મારાથી ભિન્ન પદાર્થ કે વિષય તરીકે ન જાણવો. આમ જાણવું તે “ન જાણવા' તરીકે જાણવું તે જ સાચું જાણવું છે. અને તે જ સાધન નિરપેક્ષ બ્રહ્મદર્શન છે-જે નિદિધ્યાસનનું ફળ છે.
જાણવાની પરાકાષ્ઠા કેનોપનિષ દ્વારા વ્યકત થઈ છે. જ્યાં કહેવાયું
કે..
“નાદ મને સુવેતિ નોન વેતિ વેરા
યો ત વે ત વે નોન વેતિ વે રા” હું બ્રહ્મને સમ્યક રીતે જાણું છું તેમ હું માનતો નથી. છતાં હું નથી જાણતો તેમ પણ માનતો નથી. જે કે હું તેને જાણું છું છતાં (અપરોક્ષ રીતે) નથી જાણતો. હું તેને નથી જાણતો એમ પણ નથી. અને જાણું છું તેમ પણ નથી” આમ જાણવાની પ્રક્રિયા કેવી સુંદર! કેવી નિર્મળ! કેવી સ્પષ્ટ!
હું બ્રહ્મને “જાણું છું” અને “નથી જાણતો,” એમ માનતો નથી. અર્થાત્ “હું જાણું છું ખરો”
પણ બ્રહ્મ મારા માટે વિષય નથી. બ્રહ્મ મુજથી ભિન્ન રૂપે જ્ઞાત નથી.
હું બ્રહ્મનો દ્રષ્ટા છું તેવું જ્ઞાન નથી. મારે મન બ્રહ્મ ઇન્દ્રિયગમ્ય નથી. પરબ્રહ્મ અનુમાનગમ પણ નથી. છતાં હું જાણું છું કે નથી તે પ્રત્યક્ષ કે પરોક્ષ નથી તે દશ્ય કે શેય;
નથી તે જ્ઞાત કે અજ્ઞાત છતાં જાણું છું હું કે તે જ્ઞાત-અજ્ઞાતથી
પર છે તેમ જાણીને પણ હું સમ્યફ રીતે જાણું છું પરબ્રહ્મને