________________
(૩૦૪)
ધ્યાન અને નિદિધ્યાસનમાં શું તફાવત છે?
નિદિધ્યાસનનો અર્થ આપણે જોઈ ગયા, તેમાં ધ્યાન કે ચિંતનનો માત્ર પ્રયત્ન છે, પ્રયાસ છે. ધ્યાન શબ્દનો અર્થ છે-ચિંતન અને ધ્યાનના બીજા અર્થમાં ધ્યેય, ધ્યાન અને ધ્યાતા એવી ત્રિપુટીનો પણ સમાવેશ કરાય છે. ધ્યાન શબ્દ “ધ્યે ચિન્તાયામ્’ધાતુથી બન્યો છે.
જો કોઈ સાધક, મુમુક્ષુ કે વિચારક સબળ પ્રયત્નપૂર્વક આત્મચિંતનનો પ્રયાસ કરે, અગર ધ્યાનની ઇચ્છાવાળો પ્રયત્નમાત્ર કરે અથવા નિદિધ્યાસન કરે તો માત્ર આવી ચિંતનની ચેષ્ટા જ મોટા ભાગનાં વિઘ્નો દૂર કરી દે છે. અર્થાત્ ધ્યાન નહીં પણ તેનો પ્રયત્ન જ અસંભાવના અને વિપરીત ભાવનાને દૂર કરી આત્મજ્ઞાન તરફ વ્યક્તિની પ્રગતિ કરાવે છે.
અસંભાવના અર્થાત્ સંશય મુખ્ય સંશય બે પ્રકારના છે: (૧) પ્રમાણગત (૨) પ્રમેયગત. દા.ત. શ્રુતિ એ પ્રમાણ છે. તેથી શંકા થાય કે શ્રુતિ કે ઉપનિષદોમાં જીવ-બ્રહ્મના ભેદનો કે અભેદનો નિર્ણય હશે? આ શાસ્ત્રો ઉપજાવી કાઢેલાં હશે કે સાચાં હશે? આવી શંકા પ્રમાણગત છે. જ્યારે જીવ અને આત્મા ખરેખર જુા છે કે અભિન્ન છે તેવી શંકા પ્રમેયગત કહેવાય છે. આવા સંશયોને અસંભાવના કહે છે. સતત નિદિધ્યાસનથી આવી ભાવના નિર્મૂળ થાય છે.
અને જે વિપરીતભાવના વિઘ્ન તરીકે હોય જેવી કે “જીવ અને બ્રહ્મનો ભેદ સાચો છે.” “જીવ, ગત અને ઈશ્વર ત્રણે સાચાં છે”, “જીવ ક્વી ઈશ્વર કે બ્રહ્મ થઈ શકે જ નહીં”, “શરીર સત્ય જ છે” આવી ભાવનાને વિપરીતભાવના કહેવાય છે તો તે પણ નિદિધ્યાસનના બળે નિર્મૂળ થાય છે. અને પરબ્રહ્મ ‘સ્વ’સ્વરૂપથી અભિન્ન છે તેવી અપરોક્ષ અનુભૂતિ થાય છે. આ જ છે અલૌકિક પ્રભાવ નિદિધ્યાસનનો.
નિદિધ્યાસનનાં અંગો
ભગવાન શંકરાચાર્યજી અહીં પોતાની વિચક્ષણ બુદ્ધિ અને અગમ્ય વિવેક દ્વારા નિદિધ્યાસનનાં અંગો જણાવે છે. તેમણે ઉપયોગમાં લીધેલા યનિયમ જેવા શબ્દો કે નામ તદ્દન અપરિચિત નથી છતાં સર્વસામાન્ય વ્યવહારમાં પ્રચલિત પણ નથી. અર્થાત્ આ શબ્દો અર્વાચીન નથી, પ્રાચીન છે. પણ તે શબ્દોનું કે નામનું અર્થઘટન પુરાણું નથી. તેમણે કરેલી નામોની નવી વ્યાખ્યા કોઈ પણ વ્યક્તિ કે સંપ્રદાયની અંગત માલિકી નથી. [‘પર્સનલ પ્રાઈવેટ પ્રોપર્ટી ઑફ એ પરસન ઓર કલ્ટ”] યમ, નિયમ, ત્યાળ વગેરેના