________________
(૩૦૦)
જે નિદિધ્યાસનને જ્ઞાનપ્રાપ્તિનું મહત્ત્વનું સાધન અહીં કહેવામાં આવ્યું છે તે વાત આચાર્ય શંકરાચાર્યજીની જ નીપજ નથી. તેમની મહાનતા અને નમ્રતાનો અનુભવ તો આગળ પણ થઈ ગયો છે. તેઓ મોટા ભાગે શ્રુતિના સંબંધમાં, સંદર્ભમાં અને શ્રુતિ-સ્વીકાર્ય હોય તેવી જ વાત કરે છે. અને દૃષ્ટાંતો પણ શ્રુતિના જ શબ્દોમાં જ્યાં જરૂર જણાય ત્યાં આપે છે. અહીં પણ નિદિધ્યાસનની વાત શ્રુતિસંમત છે. અને જ્ઞાનના અનિવાર્ય અને અંતિમ સાધન તરીકે ૠષિ યાજ્ઞવલ્કયજી પણ નિદિધ્યાસનને જ ગણાવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં આ વાતનો ઉલ્લેખ ખૂબ જ સ્પષ્ટતા, દૃઢતા અને ગંભીરતાપૂર્વક કરવામાં આવેલો છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં બે પ્રખર બ્રહ્મવાદિની સ્ત્રીઓનો ઉલ્લેખ છે. જેમાં એક ગાર્ગી અને બીજી મૈત્રેયી. ૠષિ યાજ્ઞવલ્ક્ય જ્યારે અંતિમ આશ્રમમાં પ્રવેશવાના હોય છે તે પૂર્વે પોતાની બન્ને પત્નીઓ, કાત્યાયની અને મૈત્રેયીને પોતાની મિલકત વહેંચી આપવા બોલાવે છે. મૈત્રેયી ખૂબ જ વિવેકી અને વિચારશીલ હતી. તેણે વિચાર્યું કે યાજ્ઞવલ્કયજીને એવું તે શું મળ્યું છે કે જેથી તેઓ ધન, દોલત, પત્ની, ઘર બધું જ છોડી જવા તત્પર થયા છે? અને તેથી તેણે ધનનો સ્વીકાર ન કર્યો; કારણ ધનથી કોઈ અમર થઈ શકે તેમ નથી એવું તેણે યાજ્ઞવલ્ક્ય ઋષિના ઉપદેશથી જ સાંભળ્યું.
“अमृतत्त्वस्य तु नाशास्ति वित्तेनेति”
સાધન જ
અને અંતે મૈત્રેયીએ તો કહ્યું, “જે ધનથી અમરતાની આશા જ નથી તો પછી તે ધનને લઈને હું શું કરું? મને તો જેનાથી અમર થઈ શકાય તેવું જ કંઈ કહો. અમૃતત્ત્વનું અમરતાનું હું જાણવા માગું છું. મને બીજું કંઈ જોઈતું નથી.'' આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનની ચર્ચા શરૂ થઈ અને અંતે જે સાધન યાજ્ઞવલ્કયજીએ ચર્ચાને અંતે જણાવ્યું તે નીચે મુજબ છે, જેમાં નિદિધ્યાસનનો નિર્દેશ છે. યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું “અરે! મૈત્રેયી! આ આત્મા દર્શનીય છે, શ્રવણીય છે, મનનીય છે અને નિદિધ્યાસન કરવા યોગ્ય છે.''
-
-
" आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यः” દ્રષ્ટન્ય: અર્થાત્ દર્શનીય છે. અહીં દર્શન એટલે જોવું નહીં પણ જાણવાના અર્થમાં છે. અને ‘જોવું' તેવો ભાવ લઈએ તોપણ જ્ઞાનચક્ષુ દ્વારા