________________
(૨૮૦).
ન કરવો એ જ સનાતન સૂત્ર છે. કારણ કે તે મેળવવા પુરુષાર્થ નકામો છે. અને જે પોતાને અપૂર્ણ માને તે જ ધન કે ભોગથી, પોતાને પૂર્ણ કરવા પ્રયત્ન કરે. પ્રારબ્ધનો સંપૂર્ણ સહજભાવે સ્વીકાર કરનાર અથવા પ્રારબ્ધનો ઇન્કાર કરનાર જ્ઞાની જ આત્મચિંતન કરતાં કરતાં, પ્રારબ્ધ ભોગવી અથવા સંસારથી મુક્તિ મેળવી શકે.
જેને અતૂટ શ્રદ્ધા છે પ્રારબ્ધમાં તે કોઈની ખુશામત કરતો નથી કે પોતાના શરીરની પણ ચિંતા કરતો નથી. તેણે તો શરીર પ્રારબ્ધને સોંપી દીધું છે. અને પ્રારબ્ધ જ શરીરનું પોષણ કરે છે. પ્રારબ્ધાનુસાર જ શરીરને જરૂરની વસ્તુ યેનકેન પ્રકારે કોઈ નિમિત્ત દ્વારા મળી જાય છે. શ્રી રંગ અવધૂત કહે છે કે,
“વપુ(શરીર) પ્રારબ્ધ પોષે છે ખુશામત જહાં તણી શાને?
ફ અલમસ્ત સ્વાદે; ફિકર શ્વ:કાલની શાને? શંકરાચાર્યજી પણ એ જ વાત “વિવેક ચૂડામણિ”માં સ્પષ્ટ કરે છે કે “ર્થે પુષ્યતિ વધુ વપુ શરીરનું પોષણ પ્રારબ્ધથી જ થાય છે.
આમ જો સમજાય કે આયુષ્યનું નિયંત્રણ પ્રારબ્ધ કરે છે. શરીરની પુષ્ટિ કે આરોગ્ય પણ પ્રારબ્ધથી જ થાય છે. અર્થ; ભોગ અને જાતિ; સર્વ કંઈ પ્રારબ્બાધીન છે. તો પછી મને ભય શેનો? ચિંતા કોની? ધન, માલ, મિલકતની ચિંતા કેવી? ભોગોની અપેક્ષા કેવી? આ સર્વથી મુક્તિનો એક જ ઉપાય છે. મન અર્થ, ભોગ અને આયુષ્ય પાછળ દોડે છે તેને થંભાવી આત્મચિંતનને માર્ગે વાળવું અને જ્ઞાનના બળથી પ્રારબ્ધ ભોગવીને પૂર્ણ કરવું અને આવા પ્રારબ્ધક્ષયમાં જ અર્થથી છુટકારો છે. વિષયોથી વૈરાગ્ય છે. સંસારથી મુક્તિ છે.
“ધનકી જિસે નહીં ચાહ હૈ, નહીં મિત્ર કી પરવાહ હૈ
આસક્તિ વિષયો મેં નહીં; પ્રારબ્ધ પર નિર્વાહ . સબ વિશ્વ મટિયામેટ કર; જો આપ ભી હૈ મિટ ગયા!
મિટકર હુવા હૈ આપ હી; સંસારસે સો ફૂટ ગયા.” આમ પ્રારબ્ધ કર્મ ભોગવવાથી જ નાશ પામે છે જ્યારે આગામી કર્મ અને સંચિત કર્મ આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. હું બ્રહ્મ છું તેવા જ્ઞાનથી સંચિત કર્મ નાશ પામે છે કારણ કે સંચિત કર્મ જે જીવાત્માને નામે છે તે જીવનો જ નાશ થાય તો તેના નામે કર્મ કેવાં? બેંક બેલેન્સ જેના નામે છે તે જ મરી જાય તો “બેલેન્સ કેવું? આમ સંચિત કર્મનો