________________
(૨૮૩)
ભેદ છે. પ્રશ્ન- તેનો અર્થ એ જ થયો કે જ્ઞાન હોય તો પ્રારબ્ધ ભોગવાય છતાં દર્દ કે હર્ષ ન થાય. કારણ કે પ્રારબ્ધવાળા શરીર સાથે આપણે તાદાત્મ અનુભવતા નથી. અને તેથી પ્રારબ્ધ શરીરનું માનવું તે જ ઉચિત ગણાયને? ઉત્તર- હા, તમારી સમજ હવે સુધરી; પ્રારબ્ધ તો શરીરને જ છે. આપણે તો આત્મસ્વરૂપ છીએ. ઉપરાંત શરીરનો જન્મ કર્મથી જ થયો છે માટે પ્રારબ્ધ કર્મ પણ દેહનું જ સમજવું જોઈએ. “મા નિર્મિતો દુઃ પ્રારબ્ધ તસ્ય વ્યતાનું” (વિ. ચૂ. ૪૫૯) આત્મા કંઈ કોઈનું સર્જન નથી અને શરીરની જેમ કર્મથી આત્મા પેદા થયો નથી; “નવરાત્મક ઇવ આત્મા નિર્મિતઃ” તો પછી આત્માનું પ્રારબ્ધ કેવું? તેથી સમજવું કે કર્મનાં ફળ ભોગવવા જે શરીર જન્મેલું છે તેને જ પ્રારબ્ધકર્મ છે. પ્રશ્ન- તો પછી જો હું મને શરીર માનું તો જ મારે પ્રારબ્ધકર્મ છે, તેમ જ કહેવાયને! જો દેહભાવ નથી; તો પ્રારબ્ધ પણ નથી, તેમ જ
ઉત્તર- “હા, તેવું જ છે હું શરીર નથી તો પ્રારબ્ધ મારે નથી” અને જો શરીર જ હું છું તો મારે પ્રારબ્ધ છે. આમ અવિધા કે અજ્ઞાનની નિદ્રામાં સૂતેલો હોય; શરીરને જ પોતાનું સ્વરૂપ માનતો હોય, તેને શરીર પણ છે, પ્રારબ્ધ કર્મ પણ છે. પ્રારબ્ધ મુજબ આવતાં સુખ-દુ:ખ, દોલત-દર્દ છે અને તે ભોગવવા પોતે અજ્ઞાનમાં ભોક્તા પણ છે. ત્યાં ભોગ્ય પદાર્થો પણ છે. તે પદાર્થોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ છે. તે પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો તેનું દર્દ પણ છે. તે દર્દથી મુક્ત થવા પુન: ફળ છે. તે ફળ ભોગવવા પુન: જન્મ પણ છે. આમ અજ્ઞાનની નિદ્રામાં સૂતેલાને “ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” પણ જો અજ્ઞાનની નિદ્રામાંથી તે જાગીને સમજી શકે કે હું શરીર નથી; તો તેને પ્રારબ્ધ ક્યાં! પણ જાગીને જુએ તો જ સમજાય કે “જાગીને જોઉં તો જગત દીસે નહીં.” માટે જ
શ્લોકમાં પણ કહ્યું છે કે જેમ જાગ્યા પછી સ્વપ્ન અને તેના પદાર્થો મિથ્યા જણાય છે તેમ જે વ્યક્તિ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી અજ્ઞાનની ઊંઘમાંથી જાગી જાય છે તેના માટે દેહ આદિ તમામ પદાર્થો મિઆ બને છે. અને જેને દેહ જ અસત્ જણાય તેને પ્રારબ્ધ સાચું કઈ રીતે જણાય?
“તત્ત્વજ્ઞાનોદયાલૂર્વ પ્રમબ્ધ નવ વિદાતા”