________________
(૨૬૧)
સર્વવસ્તુનામ્ મહì=સર્વ વસ્તુમાં મોટાપણું પણ
અતિર્ : અનુત્વમ્ ત્તિ-ઘણે દૂરથી જેમ નાનાપણું દેખાય છે. તત્વત્ આત્મનિ વેઠત્વમ્=જ પ્રમાણે આત્મામાં દેહપણું
પતિ અજ્ઞાનયોત:=અજ્ઞાનના લીધે જ દેખાય છે.
જેમ જેમ દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચેનું અંતર દેશ અને કાળમાં વધતું જાય તેમ તેમ દૃશ્ય મહાન હોવા છતાં પણ નાનું દેખાય છે અને મોટી વસ્તુ જો નાની ન થતી હોત તો નાનકડી આંખની કીકીમાં તેનો સમાવેશ ન થઈ શક્યો હોત. પર્વત, સાગર, આકાશ અને તેમાં દેખાતા સૂર્ય કરતાં પણ મોટા તારાઓ અત્યંત નાના બને છે... કારણ કે તેમની અને દ્રષ્ટા વચ્ચે અંતર વધે છે
महत्त्वे सर्ववस्तुनामणुत्वं ह्यतिदूरतः "
“અતિવૃ: અનુત્વમ્ દિ'
સૂર્ય અને માનવી વચ્ચે તારાની સરખામણીમાં અંતર ઓછું છે તેથી તે તારા કરતાં મોટો દેખાય છે. છતાં જે કદનો છે તેના કરતાં લાખ ઘણો નાનો પણ તે ભાસતો નથી કારણ કે દૂર છે.
....
બસ એવી જ રીતે અજ્ઞાની માટે સૌથી મહાન; સર્વવ્યાપ્ત, આત્મા અત્યંત નાનો બની જાય છે. અને શરીરના જ આકારવાળો તેને દેખાય છે. કારણ કે અજ્ઞાની અને આત્મા વચ્ચે દેશ અને કાળનું અંતર ઘણું જ છે. અજ્ઞાની પોતાની જેમ જ આત્માને નાના આયુષ્યવાળો અને શરીરના કદવાળો માને છે. તેથી જ શરીર દૃષ્ટિથી, સ્થૂળ દૃષ્ટિથી તેવો અજ્ઞાની અંધકારમાં ખૂબ દૂર ચાલ્યો જાય છે અને સ્વયંપ્રકાશ આત્મા તેને પોતાનો પ્રકાશ પણ પહોંચાડી શકતો નથી. જ્યારે જ્ઞાની માટે આત્મા સૌથી નજીક છે એટલું જ નહીં પણ પોતાનો જ આત્મા છે; નિજ સ્વરૂપ છે. અને તે આત્મા સર્વવ્યાપ્ત છે માટે પોતે પણ સર્વવ્યાપ્ત સૌથી મહાન બને છે. આમ જ્ઞાની માટે આત્મા પાસે છે અને મહાન છે; જ્યારે અજ્ઞાની માટે દૂર છે અને શરીરના કદનો જ છે.
‘“સદા પાસે છતાં આધે અભાગીને અરે દીસતો સહુ રંગે અરંગી તું, લહે તુજ રંગ કો અવધૂત’'
-
શ્રી રંગ અવધૂત