________________
(૨૫૯)
પતિ અજ્ઞાનયોગતઃ =અજ્ઞાનના લીધે જ દેખાય છે.
અહીં સમજાવ્યું છે કે જે નથી ભ્રાંતિથી તેવું દેખાય છે. જેમ કે સળગતું લાકડું; જલતી અગરબત્તી કે તારામંડળને જોરથી ગોળગોળ ફેરવવામાં આવે તો વર્તુળ રચાય છે....અને દેખાય છે. ખરેખર ત્યાં વર્તુળ નથી...છતાં અંધારામાં પ્રકાશિત પદાર્થની ફરવાની ઝડપને આંખ પકડી શકતી નથી તેથી આકાશમાં જ્યાં નથી તેવું વર્તુળ ભાસે છે. આ ભાસવું તે નેત્રદોષને કે દૃષ્ટિની મર્યાદાને આભારી છે. અને જાહેરાત કરનારા તેનો લાભ લઈ એવી લાઈટો ગોઠવે કે જે ઝડપથી બંધ થઈ અને ચાલુ થાય છે અને તેથી જ ત્યાં અવનવા આકાર અને ગતિ દેખાય છે. તેવી જ રીતે જે આદિ-અંતરહિત છે, અફાટ છે, અમાપ છે, અનંત બ્રહ્મની સરહદોને મન માપી શક્યું નથી અને તેથી જ અનંત આત્માને તે અંતઃવાન શરીર માની બેસે છે. કાળાતીત આત્માને આયુષ્યવાળું ક્ષણભંગુર શરીર માને છે. નિરાકાર આત્માને વિકારી અને સાકાર શરીર માને છે.
અહીં ‘અજ્ઞાતમ્’ =ઉંબાડિયું કે સળગતું લાકડું દૃષ્ટાંત તરીકે વપરાયું છે તેનો ગૂઢાર્થ, ગર્ભાર્થ અને મર્માર્થ સમજવા પ્રયત્ન કરીએ.
આજની ‘એટોમિક એઈ' કે અણુયુગમાં હવે લાકડાથી રાંધવાનો સંજોગ માત્ર ગ્રામજીવનના સંપર્કથી જ પ્રાપ્ત થાય. તેથી સળગતા લાકડા કે ઉબાડિયાના દાંત કરતાં આપણે સળગતી અગરબત્તી કે તારામંડળનું દૃષ્ટાંત લઈએ. જેને વાંકુંચૂકું, ત્રિકોણ, ચોરસ કે ગોળ જેવી રીતે ફેરવશો તેવો જ આકાર જન્મે છે તેવું ભાસે છે, પ્રતીત થાય છે. છતાં ખરેખર તે સ્થળે આકૃતિ હોતી નથી. આકૃતિ જન્મી નથી, જન્મી નહોતી; જન્મી શકે જ નહીં. તે આકૃતિમાં જે હલનચલન દેખાય છે...તે તો ભ્રાંતિ છે જ પણ ભાસતું વર્તુળ પણ ભ્રમણા જ છે. આમ જ્યાં કોઈ આકૃતિ જ નથી છતાં તારામંડળના ફરવાથી તેમાં ગોળ આકૃતિ, તે આકૃતિમાં ચલન =ચંચળતા અને ગતિ તથા વર્તુળની ઉત્પત્તિ જેવું ભાસે છે. એજ પ્રમાણે જે આત્મા જન્મરહિત છે, અચળ છે, અવસ્તુરૂપ શાન્ત છે, જ્ઞાનસ્વરૂપ છે તેમાં પણ શરીર જેમ ઉત્પત્તિ ભાસે છે. અવયવ જેમ હલનચલન પ્રતીત થાય છે. વસ્તુ જેમ અસ્તિત્વની ભ્રમણા થાય છે. અને જીવ જેમ ગતિનો અધ્યાસ થાય છે.
આમ અધિષ્ઠાન અજન્મા આત્મામાં અધ્યસ્ત પદાર્થની ઉત્પત્તિનો કે