________________
(૨૪૦)
પછી રહ્યું ક્યાં રૂપ કે કુરૂપ? તે જ ન્યાયે જો સર્વ કર્મ, પ્રવૃત્તિ અને વ્યવહાર બ્રહ્મમય દેખાય તો બ્રહ્મમાં નથી કંઈ સારું, નથી નઠારું; નથી પુણ્ય, નથી પાપ; નથી સદાચાર કે અનાચાર; નથી કુવિચાર કે સદ્વિચાર; નથી કંઇ અવ્યવહારિક કે વ્યાવહારિક, કારણ બધું જ બ્રહ્મમય છે. બ્રહ્મ જ બ્રહ્મ સામે બ્રહ્મ દ્વારા બ્રહ્મમાં રમણ કરે છે. ભોક્તા પણ બ્રહ્મ, ભોગ્ય પણ બ્રહ્મ, કર્તા, કર્મ, કારણ, ફળ બધું જ બ્રહ્મમય જણાય તો કર્મ પણ બ્રહ્મરૂપી સમાધિ જ થઇ જાય. આવી દૃષ્ટિમાં તેને સૃષ્ટિ ભાસે છે ખરી, પણ બળેલી દોરી જેમ. બળેલી કાથીની દોરીનો આકાર રખિયામાં દોરી જેવો જ જણાય છે, છતાં તેનાથી કાંઇ બાંધી ન શકાય. તેમ કર્મ અને વ્યવહારને પણ જે બ્રહ્મરૂપ જાણી પ્રવૃત્તિ કરે ત્યારે તે પ્રવૃત્તિ દેખાય છતાં બળેલી દોરી જેવી. તેમાં ફળ આપવાની શક્તિ ભસ્મીભૂત થયેલી હોય તેથી તે બાંધી ન શકે, પણ જેને જ્ઞાન નથી કે વ્યવહાર બ્રહ્મથી થાય છે તે પોતાને જ કર્તા માને છે અને કર્મળમાં બંધાય છે. આમ પોતાના સ્વરૂપને ન જાણવાથી કે ખોટું જાણવાથી જ બંધન છે. અને મિથ્યા જ્ઞાનના નાશથી બંધન નાશ પામે છે. બંધન ખોટું છે અને તેનો નાશ પણ ખોટો છે, જે ખોટી રીતે તૂટે છે.
એક વાર એક ગુરુ અને શિષ્ય ગાયોને લઇ યાત્રાએ નીકળ્યા. રસ્તામાં અંધારું થઇ ગયું. રાતવાસો કરવા તેઓ જંગલમાં એક વડલાના ઝાડ નીચે પડાવ નાખી બેઠા. ત્યાં તો એક શિષ્ય દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે આશ્રમમાં અતિથિ આવ્યા છે અને ગુરુજીને પાછા બોલાવવાનું કહ્યું છે. તેથી ગુરુએ ગાયોને ગળે હાથ ફેરવી દોરી બાંધતા હોય તેમ દેખાવ કરીને ગાયોને જુદા જુદા ઝાડ પાસે ઊભી કરી દીધી અને પ્રથમ આવેલ શિષ્યને લઈ તેઓ આશ્રમ તરફ ચાલી નીકળ્યા અને કહેતા ગયા કે રાત્રે ગાયોનું ધ્યાન રાખજે અને સવારે ચરવા લઈ જજે, સવારે શિષ્યે ઊઠીને જોયું તો ગાયો જ્યાં હતી ત્યાં જ ઊભેલી, પણ બાંધેલી નહીં... તેથી તેણે તો દરેકને લાકડી મારી જંગલમાં લઈ જવા પ્રયત્ન કર્યો પણ ગાય તો આગળ જ ન ચાલે. તેથી તે સમજ્યો કે ગુરુએ મંત્રથી ગાયોને બાંધી હશે. તે ગુરુજીની રાહ જોઈ બેસી રહ્યો. બીજે દિવસે બપોરે ગુરુજી પાછા ફર્યા અને જોયું તો બધી જ ગાયો ત્યાં જ ઊભેલી. તેથી શિષ્યને