________________
(૨૩૯)
નને બ્રહ્મા ચિત્તે બ્રહ્મથી જ લોકો દ્વારા થાય છે. (પણ અશાનથી
લોકો તેને જાણતા નથી.) ___ “अज्ञानात् न विजानन्ति मृद् एव हि घटादिकम्" ઘડો અને માટી જ છે તેવું અજ્ઞાનથી લોકો જાણતા નથી. અને કોઈ પૂછે કે શું ભરી લાવ્યા? આપણે કહીશું પાણી. શેમાં? ઘડામાં. પણ માટી જ ઘડાને ધારણ કરે છે. તે જેમ સહજતાથી સમજાતું નથી, અને માટીમાં જ પાણી ભરેલું છે જે પકડાતું નથી, તેવી જ રીતે સર્વ કર્મ બ્રહ્મ દ્વારા જ થાય છે તે પરખાતું નથી. ઘડાને સ્પર્શ કરતાં આપણે માટીને જાયે-અજાણે સ્પર્શ કરી જ લઈએ છીએ, બ્રહ્મના સદા સંસ્પર્શમાં હોવા છતાં તેને જાણતા નથી. જેવી રીતે વસ્ત્રને ધારણ કરતાં આપણે તંતુને જ ધારણ કરીએ છીએ છતાં અજ્ઞાનથી તંતુને જાણતા નથી તેવી જ રીતે તમામ કર્મો જ્ઞાનેન્દ્રિય, કર્મેક્સિ, વાણી, મન કે બુદ્ધિ દ્વારા થાય છે, અને તે સૌ જડ છે. તેમને સત્તા, સ્ફર્તિ તો બ્રહ્મ જ આપે છે ક્યાં કર્મો બ્રહ્મથી થાય છે તેવું અજ્ઞાનથી આપણે સ્વીકારી શક્તા નથી. તેનું મૂળ કારણ અજ્ઞાન છે. કારખાનામાં સ્વયંસંચાલિત મશીન વડે ભલે ઉત્પાદન થાય પણ તે મશીનના ચાલવામાં વીજળી જ કારણ છે છતાં વીજળીથી ઉત્પાદન થયું તેમ આપણે કહેતા નથી; અને નવા મશીનથી - લેટેસ્ટ યંત્રથી ઉત્પાદન વધ્યું તેમ કહીએ છીએ. વીજળીના અભાવમાં નવા-જૂનાં યંત્રો નિરર્થક છે તેમ જ ચૈતન્ય કે બ્રહ્મના અભાવમાં mતના સૌ વ્યવહાર અર્થહીન છે - શક્ય જ નથી.
આપણે ધારણ કરેલા સોના, ચાંદી, મોતી કે હીરાના દાગીના અંતે તો માટી જ છે, એટલું જ નહીં પણ જેના પર તે અલંકૃત થયા છે તે શરીર પણ માટી જ છે. માટે તેને પાર્થિવ શરીર કહ્યું છે. આમ માટી ઉપર માટીનો જ લેપ થયો છતાં આપણે ભેદ જોયો, આસક્તિ ઊભી કરી. રાગ-દ્વેષના, ક્રોધ-ક્લેશના, સ્વીકાર-ત્યાગના, સંગ્રહ-વિગ્રહના વમળમાં ફસાયા છીએ. જો શરીરરૂપી માટી પર માટીના લેપ કરવાનું પ્રયોજન સમજાઈ જાય તો, વ્યર્થ પ્રવૃત્તિ બંધ થાય અને વિકૃતનો ત્યાગ અને સ્વીકાનો સ્વીકાર સમાપ્ત થઈ જાય. સૌંદર્યનો હઠાગ્રહ અને કદરૂપતાનો પૂર્વગ્રહ નિર્મૂળ થાય, કારણ કે બધે માટી જ. માટી.. દેખાય. સર્વ માટીમય જણાય....