________________
(૨૩૦)
બાધ પામનારી છે.
સુષુપ્તિનો અનુભવ “અહં વિપિન નાનામિ” (હું કંઈ જાણતો નથી) તેવી અવસ્થા જાગ્રતમાં રહેતી નથી. જાગ્રતમાં તો વ્યક્તિ પોતાને પિતા, માતા, વિદ્વાન, ગુણવાન, શેઠ, નોકર વગેરે ઉપાધિથી યુક્ત જાણે છે. આમ સુષુપ્તિની અનુભૂતિ સ્વપ્નમાં હોતી નથી, જાગ્રત અવસ્થામાં રહેતી નથી. તે તો માત્ર વચ્ચે વચ્ચે સુષુપ્તિ કાળે જ જણાય છે, તેથી સુષુપ્તિ પણ અસત છે, મિથ્યા છે અને તેનો અનુભવ પણ ખોટો અનિત્ય જ છે. આમ નિષ્કર્ષ એટલો જ કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણે અવસ્થા અસત અને મિથ્યા છે. કારણ કે ત્રણે કાળે રહેતી નથી અને માત્ર વર્તમાનમાં અનુભવાય છે. તેથી જે આદિ અને અંતમાં ન હોય છતાં વચ્ચે દૃશ્ય હોય તે અનિત્ય છે એ જ સિદ્ધાંત મુજબ તે ત્રણે અવસ્થા અસત અને મિથ્યા છે.
તે જ નિયમના આધારે જે જે જન્મેલું છે તે સર્વ કાંઈ મિથ્યા અને અનિત્ય છે. કારણ કે જન્મ પૂર્વે તે હોઈ શકે નહીં અને મૃત્યુ કે વિનાશ પછી હોતું નથી. તેમ જોતાં જ્ગત કે સંસારની જે ઉત્પત્તિ સાચી હોય તો તે પણ પૂર્વે નહોતું, મૃત્યુ પછી નહીં રહે અને વચ્ચે દેખાય છતાં અસત કે મિથ્યા જ ઠરે છે.
તે જ સિદ્ધાંતે શરીરનો જન્મ છે. અને તે પણ જન્મ પૂર્વે નહોતું, મૃત્યુ પછી નહીં રહે. માટે વચ્ચે દૃશ્ય છે છતાં મિથ્યા છે. જો શરીર સત્ નથી તો તેનાં સગાં સાચાં કઈ રીતે? માટે અંગ્રેજીમાં શબ્દો યોગ્ય વપરાયા છે. “ફાધર ઈન લૉ”, “મધર ઈન લૉ’, ‘બ્રધર ઈન લૉ” -કાયદાનો બાપ; કાયદાની મા...... કારણ કે જન્મ પહેલાં કોઈ બાપ નહોતું કે નહોતી મા. જન્મ થયો ત્યારે જ કોઈ બાપ બન્યું, કોઈ મા. કાયદાથી લગ્ન થયું ત્યારે જ કોઈ પત્ની બની, કોઈ પતિ. જો સામાજિક કે સરકારના કાયદા મુજબ કોઈ લગ્ન જ ન કરે તો ફાધર ઈન લૉ” જન્મે જ નહીં....
આમ જોતાં જેનો જેનો જન્મ છે, જેને જેને પ્રાગભાવ કે પ્રöસાભાવ છે, જેનો જેનો સમયમાં બાધ છે, જે માત્ર વર્તમાનમાં દૃશ્ય છે, તે