________________
(૨૦૬)
આવે છે. જો હું અહંકાર નથી, દ્રષ્ટા નથી, તો દશ્ય પણ નથી.
વિજ્ઞાને તો આપણને વાંદરાના અવતારો કહ્યા અને વાંદરાને આપણા પૂર્વજો કહ્યા અને ડાર્વિન જેવાએ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત સમજાવી સતત વિકાસની પ્રક્રિયા દર્શાવી. ડાર્વિનના વિચારો પર જડવાદી સંસ્કૃતિની ઘેરી અસર હતી. પાશ્ચાત્ય વિચારણામાં જડ વસ્તુનું અસ્તિત્વ મૌલિક, પોતાની જાતે જ સ્વયંભૂ મનાયેલ છે, જ્યારે પૂર્વની વિચારણામાં ચૈતન્યને સ્વયજ્યોતિ અને અનાદિ, અનંત, સ્વપ્રગટ માનવમાં આવે છે. જો જડને સ્વતંત્ર અસ્તિત્વ હોય અને જડ જાતે જ ઉત્પન્ન થાય તો પછી ચૈતન્ય અર્થહીન નિષ્ક્રિય થઈ જાય, એટલું જ નહીં પણ ચેતન અને જડના અસ્તિત્વમાં ફેર જ ન રહે. તે તો ઠીક પણ જડવાદી પાશ્ચાત્ય વિચારકોમાં ડાર્વિને આપેલ સિદ્ધાંત આધુનિક છે જ્યારે જગતનું સૌથી પ્રાચીન સાહિત્ય વેદ છે. તેમાં કયાંય કોઈ, વાંદરો માણસ બન્યો છે તેવો ઉલ્લેખ નથી. ઉપરાંત જે વિકાસની પ્રક્રિયા ચાલુ જ હોય અને તે રહેવી જ જોઈએ. કારણ, પ્રક્રિયા એટલે જ જેને પૂર્ણવિરામ નથી તે. તો પછી તે જ પ્રક્રિયાના સંદર્ભમાં માણસમાંથી પણ વિકાસ દ્વારા કંઈ બીજુ બનવું જોઈએ. છતાં છેલ્લાં હજારો વર્ષોથી માનવી જ અસ્તિત્વમાં છે. અને માણસથી આગળ નવો સુધારો થવો જોઈતો હતો કે ઉત્ક્રાંતિના અંતિમ શિખર પર માણસ નહોતો હોવો જોઈતો, જે છેલ્લા હજારો વર્ષોથી છે. આમ વિચારતાં ઉત્ક્રાંતિવાદની પ્રક્રિયા કે સિદ્ધાંત “સુગરકોટેડ કેસુલની જેમ ગળે ઉતારી શકાય તેમ નથી.
આ તો માનવની વાત થઈ પણ વિજ્ઞાન જગતની ઉત્પત્તિ વિશે ઘણા અભિગમો આપ્યા; તે બદલાયા અને હજુ બદલાય તો નવાઈ નહીં. કારણ કે વિજ્ઞાનનો પાયો પ્રયોગ, નિરીક્ષણ, ચકાસણી અને સુધારો છે. ' - વિજ્ઞાને તારણ કાઢ્યું કે જે કંઈ છે તે અંતે એટમ પરમાણુ છે. અને પ્રત્યેક પરમાણુ=એટમ બ્રહ્માંડનું પ્રતીક છે. આવા વિચારો ૧૯૩૧માં રુથરફોર્ડે પરમાણુનું વિભાજન કર્યું પછી દઢ થયા. અને એટમની વચ્ચે પ્રોટોન છે અને તેની પ્રદક્ષિણા કરતા સૌ ઇલેક્ટ્રોન છે. ત્યાર બાદ ૧૯૩૨માં પ્રોટોનનું વિભાજન થયું અને નવા નવા સિદ્ધાંતો - શબ્દો શોધાયા જેવા કે પ્રોટોન, એન્ટી-પ્રોટોન, ન્યૂટ્રોન, એન્ટી-ઇલેકટ્રોન વગેરે. આ બધી શોધ પૂર્વે મનાતું કે ઉત્પત્તિ માટે જવાબદાર મૂળ ૯૨ તત્ત્વો છે. પછી સુધારો થયો કે ૧૦ તત્વથી ઉત્પત્તિ થઈ છે. પછી ડાલ્ટને એટમને = પરમાણુને