________________
(૨૧૯)
છે. પરમ શ્રદ્ધા અને નિ:સંદેહ મન હશે, તર્કનો અંત હશે, બુદ્ધિની નિશ્ચળતા હશે, શરણાગતિની સરિતા હૃદયમાં વહેતી હશે તો ચૈતન્યના સાગર જેવી મા શ્રુતિમાં નામ અને આકારની જીવનનદીની આહુતિ અનાયાસે અપાઈ જશે. ચૈતન્યસાગરમાં નિમગ્ન થઈ આપણે ચૈતન્યમય બની જઈશું. અને આત્મા અને બ્રહ્મનું ઐક્ય સમજી સઘળા ભેદને ડુબાડી શકીશું. ગર્જના કરી શકીશું કે “અયમ્ આત્મા ફ્રિ બ્રહ્મ વા” એલાન કરી શકીશું કે
“અક્ષર ગૂંથે અક્ષર જ્ઞાન ક્ષર અક્ષરથી પર એ જાણ યથા પિંડ બ્રહ્માંડ તેમ સંત કહે છે જાણી એમ.”
આ શ્લોકમાં ગ્રંથકારે બૃહદારણ્યકશ્રુતિનો દાખલો આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે શ્રુતિમાં છે તે જ હું કહું છું. શ્રુતિમાં કહ્યું છે કે
“સ ના અયમ્ આત્મા બ્રા વિજ્ઞાનમયા’
તે આ વિજ્ઞાનમય=જ્ઞાનસ્વરૂપ આત્મા જ બ્રહ્મ છે.’
શ્રુતિ અને વેદોએ અનેક વાર ઐક્યનાં, અભેદનાં, અભયનાં, અદ્વૈતનાં ગીત ગાયાં છતાં ભેદભાવે પંથો, સંપ્રદાયો ચોમાસાના ઘાસની જેમ ધરતી પર પથરાયા અને શ્રુતિઓ, વેદોની ઉક્તિઓ તેથી ઢંકાઈ ગઈ, ઘેરાઈ ગઈ, વિસરાઈ ગઈ. તેથી ભેદદીઓએ પરમાર્થ ખોયો . અને સ્વાર્થ સાધ્યો.
“વાદી વખાણે નાના ભેદ નેતિ નેતિ કહી થાકે વેદ, ગિરિવર જેવા ભાખે ગ્રંથ
પેટ કારણે થાપે પંથ,
તેથી સ્વારથ શો રંધાય
રગો રેત તેલ નવ થાય.”