________________
(૧૪) સૌરાષ્ટ્રના એક ગરીબ ખેડૂતે મગફળી વેચી. મુશ્કેલીને અંતે દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો. ત્યાર બાદ ઘરની પરિસ્થિતિ બગડી. જેમ પાક સારો થયો નહીં દેવું ચૂકવવા ઘરબાર વેચ્ય અને દુકાળમાં અધિક માસની જેમ ગરીબ ખેડૂતને કૅન્સરનો રોગ થયો. લોકોની સલાહ લઈ તે પત્નીને કહ્યા વિના સારવાર માટે મુબંઈ ગયો અને એક હોસ્પિટલમાં ઝાડુ મારવાની નોકરી શોધી અને ઈલાજની તપાસમાં ફરવા લાગ્યો. એક દિવસ તેણે જાયું કે તે કામ કરતો હતો તે જ હૉસ્પિટલમાં એક સેમિનાર ભરાવાનો છે અને અમેરિકાથી એક ડકટર કેન્સર ઉપરની નવી શોધ પર પ્રવચન આપવાના છે. તેણે વિચાર્યું કે ચાલો તે જ ડૉક્ટરને પૂછીશ કે મારો કોઈ ઈલાજ છે કે નહીં? સેમિનારમાં તો ભાષણ જ થાય, ઈલાજ નહીં પણ સેમિનારની પૂર્ણાહુતિના દિવસે જ તેના રોગમાં અસહ્ય વધારો થયો અને તેણે પેલા ડૉકટરને મળવા વારંવાર વિનંતી કરી પણ કોઈ દાદ ન મળી. છેવટે સેમિનારના સભાગૃહના મુખ્ય દ્વારે તે સૂતો અને પૂર્ણાહુતિની આભારવિધિ પછી જ જીવનના છેલ્લા ભારની વાત તેણે ડૉકટરને કરવી તેમ વિચાર્યું. પૂર્ણાહુતિ, આભારવિધિ પતી. પછી સૌ ભોજન-સમારંભ માટે ઊભા થયા. પેલા વૃદ્ધ ખેડૂતની વેદના ઘણાએ સાંભળી અને છતાં ગણકારી નહીં. કેટલાકે ભોજન-સમારંભમાં વિદન તરીકે વેદનાને ગણી તરછોડી. મુખ્ય ડોક્ટરને કોઈએ કહ્યું તો તેમણે જણાવ્યું કે ઍપોઈન્ટમેન્ટ લઈને આવજો. તેવામાં જ વૃદ્ધ પ્રાણ છોડયા અને સૌ ભેગા થયા. સેમિનારના મુખ્ય પ્રવચનકાર ડૉકટરે પણ કુતૂહલથી કેન્સરના અભ્યાસની દૃષ્ટિથી જરા પૂછ્યું કે શેનું કૅન્સર હતું ત્યાં તો ખબર પડી કે ગળાનું જેના ઉપર અમેરિકાથી આવેલ ડૉકટરે પેપર વાંચેલું અને તેઓ રિસર્ચ કરતા હતા તેઓ તરત જ દર્દીને જોવા ઊપડ્યા. તપાસ કરતાં જણાયું કે તે તો તે જ ડૉકટરના પિતા હતા અને સેમિનાર પછી ડૉક્ટર પોતાને ગામ જવાના હતા. એપોઈન્ટમેન્ટની વાત કરનારને અજાણે મરેલા બાપની મુલાકાત થઈ ખરી! જે ડૉકટરે બીજાના દર્દીને પોતાનું માન્યું હોત, બીજામાં પોતાને જોવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ પિતાને પહેલાં મળી શક્યા હોત. પણ પરાયો હશે કોઈ આવા તો કેટલાયે દર્દી આવે છે! આવી વિચારસરણીમાં તે મળી શક્યા માત્ર દુ:ખને. પિતાને નહીં, પણ પશ્ચાતાપને ભેટી શક્યા. આમ “સ્વ'નું અજ્ઞાન અને ભેદનું, જુદાઈનું પરાયાનું ભાન જ દુખ અને દર્દીને આવકારે છે, “સ્વ'નું જ્ઞાન દુ:ખ, ભ્રાંતિ, અજ્ઞાન અને ભયનો નાશ કરે છે.